માતૃત્વ મારી રીતે ....
માતા હોવું એક સુખદ અનુભૂતિ છે. માતૃત્વ જીવનનો સૌથી ઉમદા અવસર છે , સાથે જીવનનો સૌથી મુશ્કેલ સમય પણ કહી શકાય. કારણ , એક માતા તરીકેની જવાબદારી ઘણી કપરી છે. માતા તરીકે આપણે માત્ર એક બાળકનો ઉછેર નથી કરી રહ્યા. પરંતુ , એક પ્રેમાળ , નૈતિક અને જવાબદાર વ્યક્તિનો ઉછેર કરી રહ્યા છીએ. એથી આપણી જવાબદારી બેવડાઈ જાય છે. એક માતા તરીકે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતી વખતે આપણે સાવધાની રાખવી પડે છે. દરેક બાળક પોતાની રીતે ભિન્ન હોય છે એટલે , દરેક માતાનું માતૃત્વ પણ એક બીજાથી ભિન્ન હોઈ શકે. દરેક માતા પોતાના બાળકનો ઉછેર પોતાની રીતે કરે છે અને ભવિષ્યમાં તેનું બાળક આપેલા સંસ્કારોને ઉજાગર કરે છે. ત્યારે , માતા છાપરે ચડીને પોકારે છે , ' માતૃત્વ મારી રીતે . ' માતાના જીવનમાં આવા પ્રસંગો બને છે. ત્યારે , એક માતા તરીકે આપણે ગર્વ અનુભવીયેે છીએ. મારા જીવનમાં આવા અનેક પ્રસંગો બન્યા છે. આજે મારા બંને બાળકો દિવ્ય અને દિવ્યા પોતાની કારકિર્દીમાં આગળ વધી રહ્યા છે. મને આજે તેમની માતા હોવાનો મને ગર્વ છે. આજે હું તેઓને એક નૈતિક અને જવાબદાર વ્યક્તિ તરીકે જોઈને , માતૃત્વ મારી રીતેનો ગર્વ મેહસૂસ કરી...