આ કામ પતતા જ નથી...!!
મને મારા ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં આવતું એક પંક્તિનું એ કાવ્ય ખુબ ગમતું . જેમાં એક સૈનિકના હૃદયની વેદના હતી. એના શબ્દો હતા …..
એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો,
તો ટેન્ક પર માથું મૂકીને ઉંધી લઉ!!
સતત ચાલતા યુદ્ધથી ત્રસ્ત સૈનિક માત્ર એક ક્ષણનો આરામ ઝંખે છે. એ પણ યુદ્ધના ટેન્ક પર ! આ શબ્દો કેટલું બધું કહી જાય છે, નહીં!!
આપણા બધાનું જીવન પણ કઈ આવું જ તો છે! સતત દોડતા જીવનમાં કોઈને કામથી ફુરસત મળતી નથી. કયારેક એવું લાગે છે કે સતત મથું છું તોયે કામ પતતા જ નથી! જાણે એક ક્ષણની નિરાંત મળતી નથી! એક ગૃહિણી માટે સવારથી જ કામના ખડકલા હોય!,ચા નાસ્તા , ટિફિન , રસોઈ,,સાફ સફાઈ, બાળકોને ભણાવવા, શાકભાજી અને બીજો સમાન લાવવો ,અને વ્યવ્હારિક કામ પણ ખરા જ .. આમ તેના કામ પતે જ નહિ! ! પુરુષોને પણ નોકરી, વ્યવસાય ને લગતા કામ , પારિવારિક કામ, બેન્કના અને સરકારી કામ જે ક્યારેય પતે જ નહીં! બાળકોને પરીક્ષાઓની તૈયારી , રોજનું ભણવાનું , ટયુશન્સ , ઈતર પ્રવૃત્તિના ક્લાસ વગેરે કામ પતે જ નહીં! આમ દરેક પાસે પોતના કામનું લાબું લિસ્ટ હોય છે. કોઈના કામ પતતા જ નથી!
આવું શા માટે?
કયારેક એવું લાગે છે કે ફુરસતની એક ક્ષણ પણ મળતી નથી. પેલા સૈનિકની મનોવેદના જેવી આપણાં મનની વેદના એકત્ર થયા કરે છે. જે આખરે એ માનસિક તાણનું રૂપ લઈ લે છે. વર્ક સ્ટ્રેસથી આજે દુનિયાના અનેક લોકો પીડાય છે. આ બીમારીથી નાના બાળકો પણ બાકાત નથી રહ્યા. આમ તો હું કોઈ સાયકાયટિસ્ટ નથી કે મેન્ટલ હેલ્થ કાઉન્સેલર પણ નથી પરંતુ ,આસપાસના લોકો અને મારા પોતાન જીવનનું અવલોકન કરીને આ વાત લખી રહી છું. આપણા બધા સતત કામના ભાર તળે દટાઈને જીવી રહ્યા છીએ. જેના ગંભીર પરિણામો આપણે આજે નહિ તો કાલે ભોગવવા પડશે.
આનું મૂળ કારણ શું ? એ જ કે બધાને બધું જ કરવું છે. બધાને બધી ચીજોમા મહારથી હાસિલ કરવી છે. નંબર વન બનવાની રેસમાં આપણે બધા સતત દોડ્યા કરીયે છીએ. કોઈને કઈ અટકવું જ નથી! બધું હું કરીશ , મારે જ કરવું છે એ ઘેલછામાં આપણા બધા મચી પડ્યા છી!. જરા વિચાર કરો
.. શું બાળકોને બધી જ ઈતર પ્રવૃત્તિ કરાવવી જરૂરી છે? બધી પરીક્ષામાં પ્રથમ આવું જરૂરી છે.?
શું પુરુષોને બધા બહારના કામ કરવા અનિવાર્ય છે? શું સ્ત્રી કે તેમને બેન્કના નાના મોટા કામ કે બિલ ભરવા જેવા સામાન્ય કામો ના કરવામાં મદદ ન કરી શકે!
શું ગૃહિણીએ જ ઘરના બધા કામ કરવા જોઈએ ? બહારથી ચીજ વસ્તુઓ લાવવી કે ઘરના બીજા કામો શું પુરુષો, બાળકો કે વડીલો ના કરી શકે ? આપણે સ્વેછાએ એકબીજાના કામ વહેચી લઈએ તો!
જીવન શૈલીમાં થોડાક
બદલાવ લાવીએ, જેમ કે રજાના દિવસે બધા કામ પડતા મૂકીને ક્યાંક બહાર ફરવા જઇએ, પરિવાર અને મિત્રો સાથે સમય વીતાવીએ! એ પણ જરૂરી નથી કે દર વખતે મોંઘીદાટ હોટલોમાં કે મોલમાં જવું જોઈએ .કયારેક સાદું ભોજન લઈને દરિયા કિનારે
બેસીને સમય માણીયે. ચાની ચુસ્કી લેતા પોતાના ઘરની બાલ્કનીમાં બેસીને સમય વીતાવીએ, બાળકો સાથે રમતો રમીએ તો ..!1
કામ તો છે અને એ કાયમ રહેવાના જ છે! ક્યારેય પતવાના નથી! થોડીક વાર માટે કામ ને ભૂલી જઈને થોડો સમય પોતાના માટે કાઢી લઇએ! બધું નથી જોઈતું, થોડુંક હશે તો ચાલશે! એવું માનીને ખુશ રહેવાની કોશિશ કરીએ! પછી કેહવાની જરૂર ક્યાં છે... કે કામ પતતા જ નથી ! નહીં પતે તો પણ ચાલશે ! શું કહો છો?
_તની
True😍
જવાબ આપોકાઢી નાખોthank you
કાઢી નાખો