એ અદ્રશ્ય શક્તિનો અનુભવ ...
જ્યારે બે હાથ વાળો કશું નથી કરી શકતો ત્યારે હજાર હાથવાળો એવી રીતે બચાવી લે છે કે તેના પરનો વિશ્વાશ દ્રઢ બની જાય છે! આવું આપણે બધાએ સાંભળ્યું કે અનુભવ્યું પણ હશે જ! કયારેક મોટી મોટી હોનારતોમાંથી અનેક લોકો આબાદ બચી જાય છે! તો ક્યારેક અણીના સમયે અચાનક મોટી મુસીબત એક નાનકડો ઘસરકો આપ્યા વિના ચાલી જાય છે ત્યારે આપણે કહી ઊઠીએ છીએ ," હાશ! બચી ગયા! " એ સમયે આપણને એવો અનુભવ થાય છે કે કોઈ અદ્રશ્ય શક્તિ એ આપણને ઉગારી લીધા!! મારા જીવનમાં પણ આવું અનેક વાર બન્યું છે. જેથી ઈશ્વર પરનો મારો વિશ્વાશ દ્રઢ બન્યો છે. આવી જ એક ઘટનાનું મને આજે સ્મરણ થઈ આવે છે...જે યાદ કરતાં અત્યારે પણ મારા રુવાંટા ઊભા થઈ જાય છે! આંખો ભીની બની જાય છે!! આજે એ વિશે લખવાની હિંમત કરી રહી છું... વાત એ સમયની છે જ્યારે મારી દીકરી દિવ્યા પાંચેક વર્ષની હતી અને દીકરો દિવ્ય આઠેક વર્ષનો! એ દિવસે અમે અમારા એક મિત્રના ઘરે પાર્ટીમાં ગયા હતા. પાર્ટી પત્યા ગયા પછી અમે મિત્ર પરિવારો સાથે વાતો કરતાં લીફ્ટમાં ' ગ્રાઊન્ડ ફ્લોર ' પહોંચ્યા. અમારી ગાડી મકાનના ' બેઝમેંટ ' માં ' પાર્ક ' કરેલી હતી. અમારા બીજા મિ...