મારો ભ્રમ...
મને મારા ' ફિગર ' વિષે થોડો ઘણો ભ્રમ ખરો! મને એમ હતું કે , હું મારું શરીર ખૂબ સારી રીતે જાળવું છું! વર્ષોથી એક જ ' સાઈઝ ' ના ડ્રેસ લઉં છું અને વર્ષો પહેલાંના ડ્રેસ પહેરી પણ શકું છું! મારો આ ભ્રમ એક દિવસ દૂર થયો... એ પણ બહુ કફોડી હાલતમાં ..આજે એ વિષે કહું! પણ જો જો ..કોઈને કહેતા નહીં..!! વાત એમ બની હતી કે એ દિવસે અમારી જ્ઞાતિનો સમારંભ હતો. મારા બંને બાળકોને ' અવાર્ડ ' મળવાનો હતો. મારી ખુશી સમાતી નહોતી. બંનેને તૈયાર કરીને મારા ભાઈ સાથે વહેલા મોકલી આપેલા. મારે થોડું કામ હતું , એમાં મને થોડું મોડું થઇ ગયું! મોહિત ક્યારનો તૈયાર હતો. એથી ઉતાવળ કરતો જ હતો હું ફટાફટ તૈયાર થવા ગઈ. કબાટ ખોલીને ઉભી રહી એક પછી એક ડ્રેસ જોતા લાગ્યું , ના ..ના.આ તો ગઈ વખતે પહેરેલો , આની તો ફેશન નથી , આ મને સારો નથી લાગતો ..વગેરે મંથન પછી આખરે ગયે અઠવાડિયે ખરીદેલો નવો ' લાઈટ યેલો ' ડ્રેસ કાઢ્યો. પહેરતી વખતે મને લાગ્યુ કે ડ્રેસ થોડો ' ટાઈટ ' છે. ઘણા દિવસોથી ' ટ્રેડમીલ ' કપડાં સુકાવવાના ઉપયોગમાં લેવાતું હતું એના કારણે અને આ તહેવારોમાં બનતી સ્વાદિષ્ટ મિઠાઈઓના કા...