આજના દિને સાંભળો અમારી વ્યથા ...

 

... આજે સહુ પોતના ઘરે તિરંગો લેહ્નરવ્યો હશે. ઠેર ઠેર નીકળતી આઝાદીની રેલીમાં ભાગ લીધો હશે. શેરીમાં કે સોસાયટીમાં કે શાળા કોલેજોમાં થતા ધ્વજ વદનમાં તિરંગાને ને સલામી આપી હશે. પ્રજાસત્તાક દિનના મહોત્સવમાં ઠંર ઉજવણીમાં ઉઠસાહભેર જોડાઈ ને ખુશી મનાવી હશે ખરું ને!.અમે પણ આજનો દિવસ ઉજવ્યો. સવારે જયારે લાલકિલ્લા પર તિરંગો લહેરાયો પ્રસંગ અને પરેડ ટી.વી પર લાઈવ માણી હશે!  લહેરતા તિરંગાને જોઈને અમારી પણ છાતી ગજ ગુજ ફૂલી હતી! જો અમે ઘરની બહાર તિરંગો નથી શક્યા પણ હૃદયમાં ને સતત લહેરાતો રાખ્યો.

 ભલે અહી આજે જાહેર રજા નહોતી પણ સમય મળ્યો ત્યારે સમાચારોમાં ઉજવણીની ઝાંખીઓ જોઈને માણી. મનમા ભારત માતા કી જય નું રટણ સતત ચાલુ રાખ્યું. અમારા ભારતીય મિત્રોને વધાઈ પણ આપી. મીઠાઈ વહેચીને ખાધી!  ...હા હું અને મારા જેવા અનેક ભારતીય ...એટલે કે બિન નિવાસી ભારતીય  (N.R.I) ની વાત કરું છું. આજે અમે પણ ગણત્રતા દિવસ ઉજવ્યો. ભારતીય દૂતવાસમાં થતા ધ્વજ વંદનના કર્યક્રમને નિહાળતા બે ઘડી વાતની યાદમાં અમારી ને મારી જેવા અનેકની આંખોના ખૂણા ભીંજાયા હતા.

હા વાચક મિત્રો હું આજે તમને બિનનિવાસી ભારતીયો જેઓને તમારે N.R.I તરીકે ઓળખો છો એમના હૃદયની વાતો કરવા માંગુ છું સાંભળશો ??

 કદાચ અહીંથી તમે આ લેખ વાંચવાનું છોડી પણ દેશો કારણ અમે નોન રેસિડેન્ટ ઇન્ડિયન  કરતા નોટ રીક્વાયાર્ડઇન્ડિયન તરીકે વધુ ઓળખાઈયે છીએ. અમે થોડા વર્ષોથી અમરૈ માર્તુભૂમિને છોડી અહીં સ્થાયી થયા છીએ..આ વાંચીને અનેક દેશભક્તોના નાકના ટેરવા ચડી જાય છે! તો દેશ દ્રોહી છે!.કમાવા માટે વતન છોડીને જતો રહ્યો! રૂપિયાની સામે એને ડોલર ,ધીરામ કે પાઉન્ડ મોટા લાગે ને એટલે!!

 આમ કહીને અમને તિરસ્કારની નજરે જોવાય છે ..કદાચ હું બધા ભારતીયોના ભારત છોડાવના કારણો નથી જાણતી પરંતુ મારા અને મારા જેવા અનેક મિત્રો જે વર્ષોથી અહીં મારી સાથે રહે છે. અથવા મારા બીજા ઓળખીતા સંબંધીઓ અને મિત્રો જેઓ પોતના પરિવાર સાથે વિદેશમાં સ્થાયી થયા છે. એમના મનની વાતો અને તેમના વતન છોડવાના કારણો વિષે વાત કરીશ. એમના હૃદયની વાતો આજે હું અહીં લખવા મંગુ છું,  એક બીજી બાજુ જેનાથી તમારે અજાણ હોશો એ વિષે  જણાવાવનો પ્રયત્ન કરીશ.  

 ભારત છોડીને કામ ધંધો કે માત્ર પૈસા માટે બહાર નીકળવાના પૈસા સિવાય ના અનેક કારણો હોઈ શકે! હા ,પૈસા એક મહત્વનું કારણ તો ખરા ! . સિવાય જોઈતી તક મળવી, . એક વ્યક્તિને માથે મોટા પરિવારના અનેક સદસ્યોના પોષણનો ભાર હોવો , સતત અગવાડોમાં ભીસાતા પરિવારને સારું જીવન આપવાની કોશિશ ને કયારેક એકડા પરિવાર જનની મોટી બીમારીનો ખર્ચ કે પછી બીજા નાઈક ભવનાત્મક અને અર્થી કારણોને લીધી લોકોને પોતાનું વાતન છોડવું પડે છે!

 યુવાન વિદ્યાર્થીઓમાં બધા ભણવામાં એટલા હોશિયાર હોતા નથી કે જેઓ રેન્ક લાવીને સારી કોલેજોમાં એડમિશન મેળવી શકે! ક્યારેક પોતાની કારકિર્દી માટે તો ક્યારેક ગમતા વિષયો અહીંની કોલેજોમાં નહિ મળી શકવાને કારણે તો ક્યારેક અનામત સીટોને લીધે તો ક્યારેક લાગવગ કે શિક્ષણ પ્રથા ભ્રષ્ટાચાને લીધે યુવાનો ને ને પણ વતન છોડીને ભણવા જવું પડે છે. એમના પરિવાર જનો ને પૂછજો કઈ રીતે હૃદય પર પથ્થર મૂકીને તેઓ બાળકોને બહાર મોકલે છે. કઈ રીતે ઉછી ઉધાર કરીને બાળકોની ફી ભરે છે . કયારેક બાળકોને પૂછજો,  વિદેશમાં  જઈને ત્યાં ભણવું કે સેટલ થવું કેટલું કપરું છે! નોકરી કરીને જ્યારે તે કમાય છે ત્યારે એના ખાતામાં જમા થનારું વિદેશી નાણું સહુને દેખાય છે પણ માટે તેણે કેટલા આંસુ  વહાવ્યા અને કેટલી મેહનત કરી છે કોઈ નથી જાણતું!

  અહીં કામ કરતા અમારા કેટલાય મિત્રો છે જેમના પરિવારના લોકો તેમને તિરસ્કારની દ્રષ્ટિએ જોવે છે. જયારે તેઓ પોતાન દિલની લાગણીઓ વર્ણવે છે ત્યરે કોઇનીય આંખો ભીની થયા વિના નથી રહેતી .કોઈને બીજાં દેશમાં આવીને સેકન્ડ સિટિઝન તરીકે રેહવું પસંદ નથી હોતું જયારે પોતના દેશં સ્વતંત્ર નાગરિક તરીકે રહી શકતો હોય. એમ છતાય તેમની મજબૂરી તેમને વતનથી દૂર ખેંચી લાવે છે,  છતાંય બધાને માત્ર રૂપિયા દેખાય છે નોટોની પાછળ છુપયેલા આંસુ નહી!. જે પરિવાર માટે જીવનભર ચૂપ રહીને ઊંધું ઘાલીને કામ કરે છે, પોતાની સ્વત્રંતા પર લાગેલાં દરેક અંકુશ સહે છે! પરિવાર જયારે એને તિરસ્કાર આપે છે ત્યારે વ્યક્તિની માનસિક દશા કેવી થઇ હશે એ તો વિચારો .!! આજા ઉમર બહૌત હૈ છે છોટી! અપને ઘરમાં ભી હે રોટી ! શબ્દો ગીતમાં ને ફિલ્મોમાં સારા લાગે છે પણ વાસ્તવિકતા ઘણીવાર એવી નથી હોતી ..રોટી સિવાય માણસ ને અનેક જરૂરિયાતો હોય છે જેને પુરી કરવા ક્યારેક તેને પોતાની માટી છોડાવી પડે છે!

મારી એક મિત્ર ઘણી વાર મને કહે, આપણે તો અહીંયા પણ પારકા ને આપના દેશમાં પણ  વિદેશી! ..આપણી હાલત તો ધોબીના કુતરા જેવી છે, ના ઘરનો ના ઘાટનો! છતાય આંખોઆં આંસુ સાથે ફરી કામ કરવા લાગી જાય કારણ બીજી અનેક જવાદારીઓ લાગણીની સામે મોટી હોય છે.

 અહીંયા રહીને પણ અમે મારી સંસ્કૃતિ વતનની યાદ અને બોલી પહેરવેશ,તહેવારો બધું જીવત રાખીયે છીએ. અહીં અમે બધા નિયમો અને કાયદાનું પાલન ચુસ્તપણે કરીયે છીએ કારણ જો પકડીએ તો અમારા સાથે અમારા દેશનું પણ નામ ખરાબ થાય ..શું દેશ પ્રેમ નથી? અહી રહેતા દરેક ભારતીયને તારા મદદ કરવા ઉપડી જઇયે છીએ! ભલે ને ઓળખતા હોય કે નહીં !શું દેશ પ્રેમ નથી?  જયારે કામમાંથી રાજા મળે ત્યારે સીધા પોતના દેશ ઉપાડી જઇયે છીએ! ફ્લાઇટ જ્યારે ભારતમાં લેન્ડ થાય છે ત્યારે કેટલીયે આંખોમાં ખુશીના આંસુ ઉમટી પડે છે હું જોઈ ચુકી છું અનેક વાર કેટલાય  ઉતરતા ભૂમિને પગે લાગીને રડી પડે છે,  શું દેશ પ્રેમ નથી?

 અમે બધા અહીંથી કમાઈને વિદેશી ભંડોળ ભારત મોકલીએ છીએ જેનાથી આપણી અર્થવ્યવસ્થાને ઘણો ફાયદો થાય છે. કુદરતી આફતોમાં તરત ભંડોળ ભેગું કરીને તરત મોકલી આપ્યે છીએ અમારી ફરજ છે, એ ખરું!પરંતુ, પણ શું દેશ પ્રેમ નથી? પુલાવમાં માં શાહિદ થયેલા જવાનો કે પછી આતકવાદના હુમલામાં શાહિદ થયેલા લોકો માટે અમારી પણ આંખો ભીંજાય છે શું દેશપ્રેમ નથી? આ લખતા મારા ચશ્માંના ખૂણા પણ ભીના થઇ રહ્યા છે ..શું દેશ પ્રેમ નથી?

અમારી વ્યથા વર્ણવા બેસીસ તો પાનાના પાનાઓ ભરી દઈશ પણ અહીં અટકું છું ફરી ક્યારેક કરીશ! મારા દર્દની વાતો ….!!

આજે એટલું કહીશ કે અમે પણ ભારતીય છીએ! ભરતીય હોવાનો અમને ગર્વ છે . અહીં વસતા અમારા અંગત ઘણા કારણો છે. એમ છતાય, અમે પણ તમારી જેમ દેશને પ્રેમ કરીયે છીએ ..બીજી વાર કોઈ બિન નિવાસી ભારતીયને જોઈને બસ પ્રેમથી એટલું જ કહેજો, “ આવ, તારા ઘરમાં તારું સ્વાગત છે!”  તું કેમ છે? જો એની આંખોમાં ઝળકતો દેશ પ્રેમ દેખાઈ આવશે!!

જય હિન્દ!

પ્રજાસતાક દિનની શુભકામનાઓ!

તની

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક