ગુમાવ્યા નો ગમ
ગુમાવ્યા નો ગમ
“ તન્મય, આજકાલ હાથ થોડો તંગ છે. મને તારી મદદની જરૂર છે.
ત્રણેક લાખ રૂપિયાની સખત
જરૂર છે. જોને તું
કઈક ..”! એ દિવસે મને અજિતે ફોન પર કહ્યું હતું.. એ દિવસો મારા માટે પણ થોડીક
આર્થિક મુશ્કેલીના હતા વળી એ સમયે હું એક જરૂરી કામમાં વ્યસ્ત પણ હતો ત્યારે મારા
મિત્ર તન્મયનો ફોન આવ્યો હતો. મારી વ્યસ્તતા ને કારણે મેં એની મુશ્કેલી કારણ જાણવાની
મેં કોશિશ પણ ન કરી અને તેને કહી દીધું,” સોરી દોસ્ત, શું કહું, આજકાલ મારી પણ પરિસ્થિતિ પણ થોડી કફોડી છે. માર્કેટ પણ ખરાબ છે. મારી પણ આર્થિક હાલત ખાસ
સારી નથી. હું અત્યારે થોડો વ્યસ્ત છું. સાંજે
ઘરે પહોચીને તારી સાથે વાત કરું! કઈક બની શકે તો કરું!’
કહીને મેં ફોન મૂકી દીધો. એ પછી હું પણ મારા કામમાં વ્યસ્ત
થઈ ગયો.
હું ને અજિત ખાસ મિત્રો! અમે સાથે સ્કૂલમાં ભણતા. એ થોડો શાંત અને હું થોડો ભરાડી! અજિત હંમેશા શિક્ષકના ગુસ્સાથી મને બચાવતો. મને ભણવામાં મદદ કરતો. આમ અમારી મિત્રતા વધી. મારા ઘણા મિત્રો હતાં તોય મને અજિત સાથે વધુ ફાવતું. તમને મારો પરિચય આપવાનું રહી જ ગયું. હું તન્મય મેહતા. હું ટ્રાવેલ એજેંસીનો નાનો સ્વત્રંત વ્યવસાય ધરાવું છું.
મારી
અને અજિતની મિત્રતા શાળા પૂરી થયા બાદ પણ અકબંધ રહી. અમે બંને કોલેજમાં
સાથે ભણ્યા. કોલેજની
મસ્તી , બેફિરાઇમાં અમે
સાથે હતા. એ સાધારણ
પરિવારથી હતો એટલે સમજીને પૈસા વાપરતો. હું પણ ખાસ પૈસાદાર ઘરનો નહિ પણ તોય
પિતાજીની સારી નોકરી હતી એટલે પૈસાની ખેંચ નહોતી પડતી. કોલેજના દિવસો પૂરાં થયા એટલે કામની શોધમાં રઝળપાટ
શરુ થઇ. પપ્પાની ઓળખાણથી મને એક સારી ટ્રાવેલ કંપનીમાં કામ મળી ગયું. અજિતે બહુ ફાંફા માર્યા જે તેને એક કેશિયર
તરીકે હોટેલમાં કામ મળ્યું.અમે જીવનની દોડધામમાં વ્યસ્ત થયાં. છત્તાય રોજ સાંજે
આંટો મારવા સાથે જ જતાં.
થોડા સમય બાદ મારા જીવનમાં
મીતાનું આગમન થયું. એના પગલે મારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ
થયો. થોડી બચત
અને થોડી પાપ્પણી મદદ લઈને મેં મારી ટ્રાવેલ
એજેંસીની શરૂઆત કરી. મીતાએ મારો ખુબ સાથ આપ્યો. અમે બંનેએ મળી અમારા વ્યવસાયને
સ્થિર કર્યો. મારા કામને કારણે હવે મારે ગામ છોડીને શહેરમાં સ્થાયી થવું
પડ્યું. હું મારા પરિવારને લઈને શહેર આવી ગયો. જોકે આવનવાર ગામ જતો રહેતો ત્યારે
હું ને અજિત અચૂક મળી લેતા.
અજિતે પણ હવે ગામથી થોડે દૂર
આવેલા તાલુકામાં ભાડે જગ્યા લઇ
પોતાની નાની હોટેલ શરુ કરી હતી. ધીરે ધીરે એનો વ્યવસાય પણ સારો ચાલવા લાગ્યો હતો. થોડા સમય
પછી મને એના પિતાજીનું અવસાન
થયાના સમાચાર મળ્યા હતા ત્યારે હું એને મળવા ગયો હતો. અજિતે રડતાં કહયું," એક સામાન્ય માણસ માટે દવાખાનાના ખર્ચ કમર તોડી
નાખે છે. મે મારી બધી બચત વાપરી નાખી તોયે હું પિતાજીને ન બચાવી શક્યો!” અજીતને
દિલાસો આપીને હું ભારે હૃદયે ઘરે પાછો ફર્યો હતો. એ પછી અમે ઘણા સમય થી મ્લાયા
નહોતા.
આજે અજીતનો ફોન
આવ્યો અને તેને મારી મદદ માંગી હતી. એની હોટેલની નજીક કોઈક મતો કંપનીની ફાસફૂડ
રેસ્ટોરાં આવી ગઈ હતી તેઓ સમય સમય પર નવી ઓફેરો કાઢીને ઘરકોને આકર્ષી લેતા હતા જેને
લીધે એની હોટલમાં હવે બહુ જૂજ લોકો આવતા હતા. એની પાસે ખાસ બચત પણ નહોતી, ઊચી ઉધાર
કરીને જેમતેમ ઘર ચળવતો હતો એથી એના મારી પાસે આર્થિક મદદ માંગી હતી! મારી પણ હાલત
ખાસ સારી તો નહોતી જ ઓન્લીને બુકિંગ નું ચલણ વધી જતાં મારી ટ્રાવેલ આજેન્સીને પણ
ઘણો મોટો ફટકો તો પડ્યો જ હતો.. કામધંધો લગભગ
બંધ જેવો હતો. જો કે મારી
પાસે થોડી ઘણી બચત હતી એટલે
વાંધો ન હતો. ઘર ઠીકઠાક ચાલતું હતું. આવી
પરિસ્થિતિમાં હું અજિતને મદદ કરી શકું એમ નહોતો. એથી મેં પણ ચૂપ રહવાનું જ પસંદ કર્યું ને એને
ફરી ફોન ન કર્યો.
સમય વિતતો ગયો અને હું મારા કામને સંભાળવામાં વ્યસ્ત બન્યો.
મેં પણ મારૂ પોતાનું વેબ પેજ શરૂ કરવામાં અને ઓનલાઇન કામ શીખવામાં મારી જાતને
ડૂબાડી દીધી. આ બધામાં મને મિત્રોને મળવાનો સમય પણ ન મળ્યો! એક દિવસ મને સમાચાર મળ્યા કે અજિતે આત્મહત્યા
કરી લીધી છે. આ સાંભળીને મારા પગ તળેથી
જમીન ખસકી ગઈ. આંખમાં અંધારા આવી ગયા. થોડી વારે કળ વળી પછી હું એની અંતિમ
યાત્રામાં પહોંચ્યો. ત્યાં પહોચીને
જાણવા મળ્યું કે અજિતની પરિસ્થિતિ ખરાબ થઇ ગઈ હતી.માથા પર કરજનો ભાર વધી ગયો હતો.
એમાં ભાભીની તબિયત પણ સારી નહોતી એટલે પૈસાની વધુ ખેંચ પડતી. બધી મુસીબતોને લીધે
છેલ્લા થોડાક મહિનાથી એ માનસિક તણાવ હેઠળ હતો. એણે બધેજ પૈસા માટે ફાંફા માર્યા.
ક્યાંય સગવડ નહોતી થઇ. આખરે એણે જીવન ટૂંકાવી દીધું.
એ દિવસે મેં હૈયા ફાટ રુદન કરી મારી ઘરની દીવાલોને ગજાવી દીધી. મને મારા ખાસ મિત્રને ગુમાવ્યાનું દુઃખ થયું એનાથી વધારે દુઃખ એ વાતનું હતું કે તે દિવસે જયારે એણે મારી પાસે મદદ માંગી ત્યારે મેં એને થોડી મદદ કરી હોત!... થોડી પૈસાથી અને વધુ એક મિત્ર તરીકે તેને મારી જરૂર હતી ત્યારે મેં એને સમય આપ્યો હોત તો... હું મારા મિત્રને આવું પગલું ભરતા રોકી શક્યો હોત.
અજિતને ગુમાવ્યાનું દુઃખ તો જીવનભર મારા હૃદયમાં રહેશે. મેં જે ભૂલ કરી તે આપ સહુ ના કરો એટલે મારી વ્યથા વર્ણવી રહ્યો છું. મારી વાતથી આપ સહુ એક પાઠ જરૂર લેજો કે પોતાના જીવનની જંજાળમાં એટલા વ્યસ્ત ન રહેશો કે પોતાના પ્રિયજનોના સમયને સમજી ન શકો. જયારે તેઓ આપણે છોડીને ચાલ્યા જાય છે ત્યારે અફસોસ સિવાય કશુંજ હાથમાં નથી રહેતું ..
-તની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો