જીવનનો પાઠ ભણવનાર એ શિક્ષક...
આ જિંદગી તું કેટલા પાઠ ભણવી ગઈ
પાળે પાળે તું મારી પરીક્ષા લેતી ગઈ
જાણે અજાણે તું મને જીવતા શીખવડી ગઈ
સાચું કહી જિંદગી તું મારી સાચી શિક્ષિક બની ગઈ
-તાનિ
આમ જોઈએ તો જીવન એક શિક્ષક છે રોજ નવા પડકારો ,રોજ નવી તકલીફો ને રોજ નવા અનુભવો કઈ નું કઈ શીખવી જાય છે. ક્યારેક એક નાનું બાળક આટલી મોટી વાત શીખવી જાય છે જે આપણે વિચારી પણ નથી શકતા. તો ક્યારેક કોઈ એક અનુભવ આખા જીવનો સ્રર શીખવી જાય છે. કોઈ એવું વ્યક્તિ જે આપણે કયારેય નોધ પણ ખાસ લેતા નથી એ પોતાના વર્તન થી કંઈક નવું શીખવી જાય છે ચાલો આજે તમને વાત કરું એક એવી વ્યક્તિની જેને મને જીવનનો એક પાઠ ભણવી ગઈ .
તે સમયે હું કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી. અમે ઘરમાં ત્રણ જણા. હું ,ભાઈ ને મમ્મી. ત્રણેય કામ પર જતા એટલે ઘરનું કામ કરવા એક માસી આવતા જે વર્ષોથી અમારા ઘરે કામ કરતા . તેમની તબિયત ખાસ સારી ના રહેતી એટલે તેમને કામ છોડી પોતાના ગામ જવાનો નિર્ણય કર્યો. તેમના વિના ઘરનું કામ અમને અઘરું થઇ પડશે એ તેઓ જાણતા એટલે એક બીજી યુવાન સ્ત્રીને અમારા ઘરે મુકતા ગયા કહ્યું એ મારી ભત્રીજી છે. તમે મારા જેવો વિશ્વાસ મુકજો.
અપને તે ભત્રીજીને સીમા નામે ઓળખીશુ. સીમા કામમાં ઉતાવળી! કલાકમાં તો બધું સાફ સુફ કરીને ભાગી જાય.વંટોળિયાની જેમ આવે ને ઉડી પણ જાય. વંટોળિયો બધું વેર વિખેર કરે પણ સીમા બધું ચોખ્ખું ચણાક કરીને જાય. સ્વભવની બહુ બોલકી! એક કલાકમાં તો વર્ષોની વાત કરી નાખે ને પછી હસ્તીને હસતી. દીદી તમને તો કોઈ સુંદર રાજકુમાર લેવા આવશે. મને લગનમાં બોલાવજો ! પછી તો અલક મલકની વાતો કરી જાય ને કામ કરતી જાય હું વાંચતી હોવ ત્યારે એક્દમ ચૂપચાપ કામ કરે. મને ડિસ્ટબ ન થાય.
હું પૂછતી, “ સીમા આજે કેમ ચૂપ?”
એ કહેતી,’ દીદી તમે ભણો છોને એટલે! હું ભણી નથી એટલે મારે આવું કામ કરવું પડે છે! તમે તો મોટી ઓફીસમાં બેસીને કામ કરશોને દીદી! મારા દીકરાને હું પણ તમારી જેમ ખુબ ભણાવીશ. મોટો સાહેબ બનાવીશ! “
હું કેહતી,” ચોક્કસ બનશે, તારો દીકરો સાહેબ હું એણે ભણવીશ. ત્યારે હસી પડતી! ને કહેતી, તમારો રાજકુમાર તમને ઘોડા પર બેસાડી લઇ જશે ને, તમે ક્યાં એને ભણવાના!” કહીને એ હું હસી પડતી .
હસ્તી ખેલતી રહેતી. સીમાનું જીવન જરાય ખુશહાલ નહોતું. ઝૂલે જુલવાની ઉંમરમાં એના લગ્ન થઇ ગયેલા. ,એને નાની પાંચ બહેનો! બધાના ઠેકાણા શોધવાના! સીમા બધાથી મોટી એટલે માતા પિતા એ જલ્દી જ પરણાવી હતી .શરૂમાં લગ્ન જીવન ઠીક ઠીક હતું .સાસરે મોટો પરિવાર હતો. બધું કામ એના ભાગે જ આવતું. એમાં પતિ નશામાં ઘૃત રહેતો. રાતે મોડેથી આવતો ને એલફેલ બોલતો. સીમા બધું સહન કરતી.આટલી તકલીફો છતાંય બધાની સામે હસતી રહેતી. નાની ઉંમરમાં એક દીકરો આવી ગયેલો એટલે દીકરા માટે બધું સહન કરી લેતી. વર કમાતો નહોતો એટલે બાળકના પાલન પોષણ માટે માટે પારકા ઘરના કામ કરતી.. ક્યારેય કોઈની પાસે પોતાનું દુઃખ રડીને સહાનુભૂતિ માંગતા મેં એને નહોતી જોઈ આ સચ્ચાઈ પણ એક વાર તેનો પતિ એને શોધતો અમારા ઘરે આવી ગયેલો ત્યારે જ મને ખબર પડેલી .
જીવનમાં આટલી બધી તકલીફો હોય છતાંય હસતા રહેવું એ કળા મને સીમા પાસેથી શીખવા મળી . હું મારા જીવનના નાના નાના દુઃખો પર રડતી રહેતી. ક્યારેક કોઈ કઈ બોલી જાય કે કોઈ ના ગમતો બનાવ બની જાય તો ઉદાસ બની બેસી રહેતી, કોઈ વાર તો મારી નિષ્ફળતાનો દોષ બીજાને આપીને રડતી. સીમાને આટલી તકલીફો વચ્ચે પણ હસતી જોઈને હું પોતાના દુઃખોને છુપાવાની કળા શીખી.
એ કહેતી,” દીદી, આ બધી વાતો હું કોઈને ના કહેવાય ! શા માટે બીજાને આપણ દુઃખની વાતો કહેવાની! બધા બે મિનિટ સાંત્વના આપે ત્રીજી મિનિટે ગામમાં વાતો કરતા થઇ જાય! શા માટે બીજાને વાતો કરવાનો મોકોઆપવાનો! એની આ વાત મારા મનમાં બરાબર ઉતરી ગઈ. એટલા પુસ્તકો વાંચ્યા તોય આટલી સચોટ જીવન જીવવાની કળા કોઈ ન શીખવી શક્યું. જે સીમા શીખવી ગઈ. એ દિવસથી હું નાની નાની વાતોને ભૂલી જતા પણ શીખી ને મારી અંગત દુઃખોને છુપાવતા પણ શીખી.
એક દિવસ સીમા મારી મમ્મીને વિનવતી હતી કે મારા ઘરની બહાર નાની જગ્યામાં મને અને મારા બાળકને સુવા દેશો? હું તમારું બધું કામ મફતમાં કરી આપીશ “
.હું ચમકી,” કેમ સીમા તારું ઘર ?”
સીમાં બોલી ,”દીદી ઘર છોડી દીધું ને વર પણ! મારો વર રોજ દારૂ પી ને આવતો જેમ તેમ બોલાતો.બધું હું ભૂલી જતી એને ખવડાવતી પણ કાલે એને નાશની હાલત માં મારા પર હાથ ઉપાડયો . સુજી ગયેલા અંગોને બતાવ.
એ બોલી,” .હું કોઈનો માર નહિ ખાવ, એ નક્કી છે. હું સ્ત્રી છું તો શું છે
?કોઈનો માર ખાવા નથી બની! મેં મારા વરને છોડી દીધો.”
હું એ સ્વાભિમાની સ્ત્રીના સામર્થ્યને વંદી રહી.. એ દિવસ પછી એના સસરા વાળા અને પતિ અને મનાવવા આવ્યા પણ એને પોતાનું સ્વાભિમાન ના મૂક્યું હિંમત ભેર બધાનો સામનો કર્યો.છુટા છેડા લીધા. સ્વામનભેર કમાઈને પોતાના દીકરીને મોટો કર્યો .અંગ્રેજી મધ્યમાં માં દીકરાને ભણાવ્યો ....પણ ખરો!
. સંજોગોની સામે ઝૂક્યા વિના સતત લડત રહેવાનું ઝનૂન મને સીએમે શીખવ્યું છે. સીમાને જોઈ મને દરેક તકલીફો થી લડવાનું બળ મળે છે, એની ખુમારી ,જીવન જીવવની કાળા હંમેશા મારા આદર્શ રહ્યા છે. જીવન જવાવની કાળા શીખવનાર શિક્ષક તરીકે સીમા હંમેશા મારા માટે આદરણીય છે.અને રહેશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો