ગુમાવ્યા નો ગમ
ગુમાવ્યા નો ગમ “ તન્મય , આજકાલ હાથ થોડો તંગ છે. મને તારી મદદની જરૂર છે . ત્રણેક લાખ રૂપિયાની સખત જરૂર છે . જોને તું કઈક ..”! એ દિવસે મને અજિતે ફોન પર કહ્યું હતું.. એ દિવસો મારા માટે પણ થોડીક આર્થિક મુશ્કેલીના હતા વળી એ સમયે હું એક જરૂરી કામમાં વ્યસ્ત પણ હતો ત્યારે મારા મિત્ર તન્મયનો ફોન આવ્યો હતો. મારી વ્યસ્તતા ને કારણે મેં એની મુશ્કેલી કારણ જાણવાની મેં કોશિશ પણ ન કરી અને તેને કહી દીધું ,” સોરી દોસ્ત , શું કહું , આજકાલ મારી પણ પરિસ્થિતિ પણ થોડી કફોડી છે. માર્કેટ પણ ખરાબ છે. મારી પણ આર્થિક હાલત ખાસ સારી નથી. હું અત્યારે થોડો વ્યસ્ત છું. સાંજે ઘરે પહોચીને તારી સાથે વાત કરું! કઈક બની શકે તો કરું! ’ કહીને મેં ફોન મૂકી દીધો . એ પછી હું પણ મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. હું ને અજિત ખાસ મિત્રો! અમે સાથે સ્કૂલમાં ભણતા. એ થોડો શાંત અને હું થોડો ભરાડી! અજિત હંમેશા શિક્ષકના ગુસ્સાથી મને બચાવતો. મને ભણવામાં મદદ કરતો. આમ અમારી મિત્રતા વધી. મારા ઘણા મિત્રો હતાં તોય મને અજિત સાથે વધુ ફાવતું. તમને મા...