હું એક વક્તા ....
તમને કોઈ તમારા વખાણ કરવા કહે તોયે તમે ના કરો એવું બને ખરું ? બને હોં! ખરેખર મહાન લોકો પોતાના વખાણ ન જ કરે કારણ , દુનિયા એમના વખાણ કરતી હોય! હું એ મહાન લોકોમાં નથી! મને તો ' અપને મુંહ મિયાં મિઠ્ઠું ' બનવું જ પડે!! લ્યો. આજે હું માર વખાણ કરી જ લઉં. હું એક સારી વક્તા છુ. મને સ્ટેજ પર બોલાવમાં ખૂબ આનદ આવે. હું અનેક કાર્યક્રમોનું સંચાલન કરી છુ. હું અનેક અવનવા વિષયો પર વક્તવ્ય આપી ચૂકી છુ, અનેક લોકો હજાર હોય એવ સભાગૃહમાં હું વ્ક્તવય આપીને અનેક સ્પર્ધા પણ જીતી ચૂકી છું. પરતું, એક સમય એવો હતો કે જ્યારે મે સ્ટેજ પર બોલાવાની શરૂઆત પણ નહોતી કરી ત્યારે હું માત્ર માર પરિવારના લોકોને જ ભાષણ આપતી હતી. મારા ભાષણ મારા પરિવાર માટે માથાનું દર્દ બની ગયા હતા જેની મને જાણ સુધ્ધાં નહોતી. આમ તો હું પહેલેથી ખૂબ વાચાળ! મારૂ બોલવાનું શરૂ થાય પછી ક્યારે પૂરું થાય એની કોઈ ખાતરી નહીં!. ' મેં ચૂપ રહૂંગી ' એ ફિલ્મ મને મોહિતે અનેકવાર દેખાડી! ' પાવર ઓફ સાઇલેંસ ' નામનું પુસ્તક ભેટમાં પણ આપ્યું. તોયે હું ચૂપ ના જ થઈ! આખરે એના એક મિત્રની સલાહથી મોહિત મને એક ' પબ્લિક સ્પકિ...