વાત એ બે દિવસોની ...
ના અપેક્ષા ના કોઈ માંગણી તોયે નિરંતર ધબકતી લાગણી એટલે
મૈત્રી
સાચે જ મૈત્રી એક એવિ લાગણી છે જે અપેક્ષા કે માંગણી ને કોઈ
સ્થાન જ નથી હોતું. એક એવો સંબંધ જે ફૂલ જેવા હળવા થઈને જીવી શકાય છે એટલે જ
મિત્રોને મળીએ ત્યારે મન પર કોઈ ભાર નથી હોતો. એમની સાથે સમય ક્યાં વિતી જાય છે
એનું ભાન જ નથી રહેતું. એ સમય એક મીઠું સંભારનું બનીને મન ના ખૂણે હમેશા સચવાઈને
રહે છે,
જીવનના દરેક તબક્કે
આપણ જીવનમાં નવા મિત્રો આવતા જ રહે છે. એમના થકી જીવન હસતું ખેલતું રહે છે. સ્કૂલ
અને કોલેજની મિત્રો જેવી નિર્દોષ અને નિખાલસ મિત્રો જેવ જીવનના બીજા કોઈ પણ તબબ્કે
મળવા મુશ્કેલ છે. એ મિત્રોની વાત જ કઈક અલગ છે. તેઓ આપણને ખૂબ સારી રીતે જાને છે
અને સમજે છે. તેમની સામે આપણે સહજ રહી શકીએ છીએ. આપણે તેમની સામે કોઈ મુખવતો પહેરાવની
જરૂર નથી હોતી. હળવા બનીને ખુશીઓ માણવાની મજા કઈક અલગ હોય છે. જેની સાથે સાવ બાલિશ
વાતો કરી હોય, એક ચોકલેટ ખરીદવા પો પોતાના ખિસ્સાનું ચીલલર ભેગું કર્યું
હોય. એક કટિંગ ચા હાથમાં લઈને કલકો સુધી વાતો કરી હોય. એવ મિત્રો સાથે સમય વીતવાનો
આનદ જ કઈ ઔર હોય છે!
આપના દરેક પાસે
એવ મિત્રો હશે જ! જેમને અણમોલ હીરા જ કહી શકાય. આવ હીરા જેવો મિત્રો મારી પાસે પણ હતા
. કોલેજ છોડીને જીવનની દોડમાં આગળ નીકળવાના સમયે અમે પણ એકબીજાને ફરીને ફરી મળતા
રહેવની પ્રોમિસ આપી હતી પણ રોજના જીવનની જવબદારીઓ ને ભાગદોડમાં અમે એકબીજાને ખાસ
મળી શકતા નહોતા. ઘણા સમય સુધી અમારો સંપર્ક માત્ર ફોન પર થતો. ધીરે ધીરે એક બીજાને મળવા માટે અમે થોડો સમય
કાઢવા લાગ્યા હતા પણ થોડાક કલાકો પુરતા જ! એ સમયને સોનેરી સમય બનાવી અમે થોડી ખુશી
પળો માણી લેતા અને બીજીવાર મળવાના સમયની રાહ જોતાં રહેતા પણ એટલા સમયમાં મનને
સંતોષ થતો નહોતો. હમે શક આવું લાગતું કે હજુ થોડો સમાય સાથે વીતવાઓ જોઇએ. એકાદ બે
દિવસ બધુ છોડીને એકબીજાની સાથે રહેવું હતું પણ એટલો સમય કાઢી શકતા નહોતા.
ચારેયના સમય એક થઈ
શકતા નહોતા. અમે આમ્ર પરિવારને મૂકીને એકલ નીકળવાની હિમ્મત કરી શકતા નહોતા. આખરે
અનેકવાર પ્લાનિગ કરીને એક વાર અમે સાથે બે દિવસ વીતવાનો પ્લાન બનવી જ લીધો. આખરે
કોલેજ છોડયાના 27 વર્ષ બાદ આમે અમારી જવાદારીઓ અને રોજિંદા જીવનની ભાગદોડ માંથી બે
દિવસનો સમય કાઢી જ લીધો!
.. ચાલો આજે એ બે દિવસો વિષે વાત કરું ....
એ બે દિવસો અમારા
જીવનના સૌથી સુંદર દિવસો હતા. મહિનાઓ પહેલાથી જ એ માટે પ્લાન કરી રહ્યા હતા. આખરે
એ દિવસો આવી જ ગયા. એ માટે અમે ... અમે એટલે.હું, મારી સખી, શેફાલી, દિપ્તી અને ગીતા ..અમે ચારેય સખીઓએ એ મૂંબઈમાં એક સુંદર રિસોટ પસંદ કર્યો હતો. એનું
બુકિંગ શેફાલીએ પહેલથી જ કરાવી લીધું હતું. જેમ જેમ એ દિવસો નજીક આવ્યા એમ શું
પહેરીશું? શું કરીશું ? એ વિષે માએ ફોન
પર વાતો કરતાં રહેતા. સમય જાણે ધીરે ધીરે વિતી રહ્યો હોય એવું લાગતું. .આખરે એ
દિવસ આવી જ ગયો .
અમારે નિકલવાનું
હતું એના આગલા દિવસ હું હું મુંબઈ પહોચી ગઈ હતી. બધી તૈયારીઓ પણ થઈ ગઈ હતી. પણ
કહેવાય છે ને ક્યારેક સારા કામમાં કશુક તો એવું બને જ કે તેને રોકી શકવા માટે આપણે
અસમર્થ બની જઇયે છીએ. મારી સખી દિપ્તીના ઘરે મેડિકલ ઈમેજન્સી આવી ગઈ એથી તેને
જણાવ્યુ કે તે અમારી સાથે કદાચ આવી નહીં શકે. આ સાંભળીને અમે મુંજાઈ ગયા. હવે
બુકિંગ કેન્સલ થઈ શકે અમે નહોતું એથી અમારે જવું જ પડે એમ હતું. દિપ્તી એ અમને
પ્રોમિસ આપી હતી કે અમે અમારો પ્રોગ્રામ કેન્સલ નહીં કરીએ. એથી અમે અમારો પ્લાન
આગળ વધાર્યો
અમે બીજે દિવસે સવારે નિકલયા ત્યારે વળી કુદરતે
પણ અમારી થોડીક પરીક્ષા લેવાનું નક્કી કરી જ દીધું. સવારથી મેઘરાજા મન મૂકીને વરસી
રહ્યા હતા. વરસતા વરસાદે અમારી થોડી ચિંતા વધારી દીધી હતી. આ તો મુબઇનો વરસાદ જો
જામી પડે તો બધુ બંધ કરી દે એની ચિંતા પણ હતી જ! એ ચિંતાને નેવે મૂકીને હું તૈયાર
થઈ ગઈ. દુકાળમાં અધિક માસ હોય એમ આવા વાતાવરણને લીધે મને થોડી સરદી ને કફ થઈ ગયા
હતા. એની પરવા કર્યા વિના હું તો નીકળી પડી! કાંદિવલી સ્ટેશન પર હું ને ગીતા મળ્યા
ત્યાં સુધી એક જ ડર હતો કે આજનો કાર્યક્રમ થશે કે નહીં પણ ગીતા આવી ત્યારે ફાઇનલ
થઈ જ ગયું કે હવે તો જઈશું જ! અમે વરસતા વરસાદને ભૂલી જઈને આવનારી ખુશીઓના વરસાદ
વિષે વાતો કરતાં શેફાલીના ઘર પાસે પહોચી ગયા. ત્યાં અમારી શૉફર શેફાલી કારની કી
લઈને તૈયાર જ હતી.
હસી મજાક કરતાં અમે
ત્રણેય કારમાં ગોઠવાઈ ગયા. અમરી કાર ઉપડી
અમારી ખુશીઓન ગંતવ્ય સ્થાન તરફ! દિપ્તી ન આવી શકી એનું દુખ તો હતું પણ એની સાથે
ફોન પર વાત કરતાં એક આશા હતી કે હતી કે એ કદાચ સાંજ સુધી આવી શકશે. આજના દિવસે
અમારા માટે એ આશા પણ ખુશીઓ માણવા માટે જરૂરી બની ગઈ હતી. રિસોર્ટનો ચેક ઇન ટાઈમ
બપોરે બે વાગ્યાનો હતો ને હજુ બોપરે 12 વાગ્યા હતા એથી લાચ પછી રિસોર્ટ જઈશું એવું
નક્કી કરીને અમે માલડની ફ્લેગ્સ હોટેલમાં લાંચ કરવા પહોચ્યા.
વરસતા વરસાદમાં
ગરમા ગરમા સૂપ ને સીજલરની મજા માનતા અમે વાતોમાં ખોવાઈ ગયા. એક પછી એક ડીશો પૂરી
થઈ ગઈ, પેટ પણ ભરાઈ ગયું હતું પણ વાતોથી મન ભરાયું નહોતું. બાકીની
વાતો રિસોર્ટ પહોચીને કરશું એ નક્કી કરીને અમે કારમાં ગોઠવાયા. વરસાદને લીધે ઉબડખાબડ થયેલા રસ્તાઓ પર શેફાલી
ખૂબ સાચવીને કાર ચલવી રહી હતી એમ છતાય પેટમાં ભરેલું ભોજન જરીક ઠોકર વાગતા જ બેચેન
કરી મુકતું હતું.
રિસોર્ટ તરફનો રસ્તો કપાતો જતો હતો. બપોરનો ટાઈમ એટલે અમને
આળસ ચડી હતી. રૂમમાં પહોચીને થોડી વાર સૂઈ જઈશું પછી બાકીની વાતો કરીશું એવું નાકી
કરી જ લીધું. રિસોર્ટ ના સ્ટાફે. ભારતીય પરંપરા અનુસાર હાથ જોડીને નમસ્તે કરીને
અમારું સ્વાગત કર્યું. રિશેપશનની
ફોર્માલિટીસ પૂરી કરીને અમે રુમમાં પહોચ્યા. રિસોર્ટની સુંદરતા અને સુઘડતા અમને
ખૂબ ગમી. રુમમાં પહોચીને અમે ખુશખુશાલ થઈ ગયા મે તો વેલકમ વ્લોગ પણ બનવી નાખ્યો.
ત્યાંની બાલ્કનીમાં પહોચતા જ અમારી ખુશી બમણી થઈ ગઈ. ત્યાંથી દેખાતો સ્વીમીંગ પુલ
અને બીચનો વ્યૂ જોઈને મજા પડી ગઈ. હવે વરસાદ પણ અટકી ગયો હતો તેથી આકાશ એકદમ સાફ
દેખાતું હતું.. થોડી વાર બાહર બેસવની ઈચ્છા હતી પણ બપોરની આળસ બેડ પર પડવા માટે
મજબૂર કરી રહી હતી. ફ્રેશ થઈને અમે બેડ પર આડા તો પડ્યા પણ વાતોનો ભંડાર ખાલી થતો
જ નહોતો. શરીરમાં થાક હતો ને આંખોમાં ઊંઘ હતી છતાય અમે ત્રણેય વાતોમાં લાગી જ ગયા.
વાતો ખૂટી નહોતી પણ સમય તો વીતી જ રહ્યો ને હાઇ ટી નો સમય થઈ જ ગયો.
અમે ત્રણેય ફ્રેશ થઈને નાકી કર્યા મુજબ ડ્રેસ પહેરીને
કોલેજના સમય જેવી જ યુવતી બનીને કોફી શોપમાં પહોચ્યા. રિસોર્ટના ગાર્ડન પાસે હાઇ ટી નો પ્રબંધ
કરવામાં આવ્યો હતો. ચ કોફી સાથે નાસ્તો કરતાં પેલી ઊંઘ અને આળસ હવામાં ઊડી
ગઈ. અમે ત્યાંથી સીધા બીચ પર પહોચી ગયા.
અલગ લગ પોસમાં મન ભરીને ફોટો પાડ્યા ને પડાવ્યા. પછી દોડીને દરિયાના મોજાઓ પાસે
પહોચી ગયા. વહેતા પાણીમાં બાળક બનીને છબછબિયા કરવનું મન થઈ જ ગયું ને અમે બધુ
છોડીને પાણી તરફ દોડ્યા. ઉછ્ળતા મોજા સાથે થોડી વાર રમવાથી જાણે વર્ષોનો થાક ઉતારી
ગયો હોય એવું લાગ્યું. અમારી જેમ જ મજા કરી રહેલા બીજા લેડીસ ગ્રૂપ માંથી એક સખીને
બોલાવીને અલગ અલગ પોસમાં ફોટા પડાવ્યા પરંતુ, એક પગ ઊંચો કરીને ફોટો પાડવામાં હું પગ
ઊંચો રાખીને હું તો બેલન્સ કરી શકી જ નહીં ને મારી કમજોરી અમે ખૂબ હસ્યા!
પાણીમાં મજા કર્યા
બાદ અમે ફરી બીચ પર પહોચાયા ત્યાં ઊભેલી લારી પર ખાવાની મજા ગીતા અને શેફાલી છોડવા
મંગતા નહોતા. બાને એ દાળ વડા ને વડા પાવની લિજ્જત મન ભરીને માણી. વિદેશમાં રહીને
થોડીક નબળી પડેલી મારી પાચન શક્તિ ને કારણે મારે તો એ સુંગંધથી પેટ ભરી લેવું
પડ્યું. ચોમાસાની ઋતુ , બીચની માહોલ સાથે મકકો ના હોય એવું તો ના
બને! વળી હું પણ મકકો તો ખાઈ જ શકું એથી અમે મકકો ઓર્ડર કર્યો પણ ..મારા તો નસીબ
થોડા વાંકા જ હતા. મક્કાના દાણામાં કોઈ સ્વાદ જ નહોતો આપણે તો ગુજરાતી ..ચટાકાના
શોખીન એટલે જરા મસાલેદાર કરવા ફરી આપ્યો ...દુકાનદાર ભાઈ થોડા વધુ ઉત્સાહી, એટલે મક્કામાં જરા વધુ પડતો જ મસાલો નાખી દીધો ...જે અમારી જીભને જરાય ન
ગમ્યો!
સાચું કહું તો
મીઠું ને મસાલો પ્રમાણસર હોય તો જ વાનગી ભાવે. જીવન પણ લગભગ આવું જ છે નહીં ,
બધુ પ્રમાણસર જ ગમે વધારે પડતાં સુખ હોય તોય ના ગમે ને વધુ પડતાં દુખો પણ જીવનને
જીવવાલયક નથી રહેવા દેતા! આ વિચાર ત્યારે આવ્યો પણ સખીઓની સામે લેખિકાને જીવંત કરી
જ નહીં!મકકો પડતો મૂકી અમે બીજી વાનગીઓ તરફ વળ્યા.. મારૂ મન પણ હવે તો લારી પર
ખાવા લલચાઈ ગયું હતું ..જે થશે તે જોયું જશે વિચારીને મે એક ચીજ સેન્ડવિચ ઓર્ડર
કરી લીધી ત્યારે ગીતા અને શેફાલી એ મસાલા સોડાની મજા માણી લીધી. ચટપટી સેન્દ્વ્હિચ
પર હું તૂટી જ પડી ..એ સમયે જરમાર વરસાદ પણ આવી જ ગયો ..લારી વાળની છત્રીમાં ઊભા
રહીન મે તો ફટાફટ સેન્દ્વ્હિચ પૂરી કરી જ લીધી ..
અમે હોટેલ પર પાછા
ફર્યા. બહુ થાકી ગયા હતા વળી બપોરે પણ સૂતા નહોતા. રાતે જાગવું હતું જ એથી શેફાલી
એ થોડી વાર આડા પડાવનું ફરમાન કરી દીધું .. એ તો બેડ પર પડતાં જ સૂઈ ગઈ. હું ને ગીતા પણ વાત કરતાં જરીક સૂતા. થોડીવારમાં
શેફાલી તો પાવર નેપ લઈને ફ્રેશ થઈને ઉઠી ગઈ અમેન તો હજુ નીંદર પણ આવી નહોતી. એના
ફોન પણ સતત ચાલતા જ હતા. હું ને ગીતા તો આંખો બંધ કરીને શેફાલીની વાતો સાંભળી રહયા
હતા.
એકવાર તો મન પણ થયું કે જિંદગી ના મિલેગી દોબારા માં જેમ રીતીકનો
ફોન એના મિત્ર એ ફેંકી દીધો હતો એમ અમે પણ કરીયે.. પણ ..એટલી હીમત માએ કરી ન શકયા.
શેફાલીનો ફોન પૂરો થતાં અમે યુ ટ્યૂબ પર ગરબા મૂકીને પ્રિ નવરાત્રિ સેલિબ્રેશન
કર્યું. ઘણા સમય પછી હું મુંબઈ સ્ટાઇલના ગરબા રમી. ગરબા રમીને ફ્રેશ થઈ ગાય બાદ
અમે ફરી તૈયાર થઈ ગયા ..એક દિવસમાં ચાર દિવસની મજા લૂતાવની હતી એટલે ચાર વાર કપડાં
તો બદલવા જ પડે ને! ફરી વન પીસ પહેરીને તૈયાર થઈને અમે નીચે પહોચ્યા. આ વખતે
ટીયયાર થવામાં એક વધારીની ખુશી ભળી ગઈ હતી કારણકે
દીપતિનો ફોન આવી ગયો હતો અને તેને કહ્યું કે એ અહી આવવા નિકળી ગઈ છે. આખરે અમારું સ્વપ્ન પૂરું થવા જય રહ્યું હતું.
અમે ચારેય મળી શકવાના હતા. અમે વધુ ખુશ થઈ ગયા હતા. સ્વિમિંગ પુલ પાસે મૂકેલી ચેર
પર બેસીને અમે ફરી અવનવી વાતોએ વળગી ગયા. આએજ વર્ષોની વાતો કરી લેવી હતી. એ કોલેજ
જીવનના નિર્દોધ દિવસોને વાગોળવા હતા. એ દિવસોના સ્વપ્ન અને આજની હકીકટ વચ્ચે નો
સુમેળ સાધવો હતો. વાતો કરતાં સમય વિતતો જતો હતો.
થોડી જ વારમાં
દિપ્તી આવી ગઈ. અમારી ખુશીમાં ચાર ચાંદ લાગી ગયા આખરે ચારેય જણા ભેગા થઈ જ ગયા.
થોડીઓ વાર એકબીજાને ઘરે મળીને ખુશી માનવી લીધી ને ફરી ચારેય જણા વાતો એ વળગયા. રાતની
શરૂઆત થઈ ચૂકી હતી. ત્યાં વોક કરવ આવેલ બધા જ લાગબાગ રૂમમાં ચાલય ગયા હતા. નવરા
પડેલા મચ્છરો અમારી ઉપર વર્ચસ્વ જમાંવવા લાગ્યા હતા . થાકને લીધે થોડી સુસ્તી પણ
આવવા લાગી હતી. કોફી પીને ફ્રેશ થઈ જઈશું એમ વિચારી હું રેસ્ટોરમાં કોફી લેવા ગઇ
પણ રેસ્ટોરાં બંધ થઈ ગયું હોવાથી અમે રૂમમાં પહોચ્યા. મે બધા માટે કેટલેમાં કોફી
બનવી . કોફી અને શેફાલીના આવેલા નાસ્તા ખાઈને બધાની ઊંઘ ઊડી ગઈ. મજાક મસ્તી ને
વાતો કર્યા બાદ અમે રિલ બનવાની શરૂઆત કરી એ માટે નવી રિલ બનવાનું નાકી કર્યું.
અમારા હોસ્ટેલના સ્મયમાં આવું બધુ તો હતું જ નહી એટલે આટલા વર્ષો બાદ અમે પણ એ સમય
માની લેવાનું નક્કી કરી જ લીધું.
એ માટે ઇનસ્ટા સ્ટાર
ગીતા એ પહેલથી જ થોડી રિલ પસદ કરી રાખી
હતી. એમાંથી અમે બે ત્રણ રિલ્સ ફાઇનલ કરી. એક પછી એક રિલ જોતા અમને લાગ્યું કે આ તો બહુ
સરળ છે પણ જ્યારે એ પ્રમાણે કરવાનું શરૂ કર્યું તો બહુ અઘરું લાગવા લાગ્યું. એક
પછી એક રિલ્સ કેંસલ કરીને થોડી સહેલી રિલ બનવાની શરૂઆત કરી. એક ફોન વિડીયો લેવા ને
બીજો ફોન કોપી કરવા માટે રાખ્યો. અનેક વાર
પ્રેક્ટિસ કરીને રિલ બનાવવા લાગ્યા. સાવ
સરળ લગતી 40 થી 45 સેકંડની રિલ પણ આમે સારી રીતે બનાવી ના શકયા. ચારેનું કોઓરડીનેશન
જ નહોતું થઈ શકતું. એક સાચું કરે તો એક ખોટું અને જો બધા સાચું કરે તો ગીત અને
ડાયલોગ આગળ નિકળી જતાં હતા. જેમતેમ કરીને રિલસ તો બનાવી પણ ઇનસ્ટા પર મૂકી શકાય
એવી તો ન જ બની. ત્યારે સમજયું કે આપણે આજના જેનેરેશનથી ઘણા પાછળ રહી જ ગયા છીએ.
આ બધી નકમી કોશીશો
કરવામા સૌથી સારી વાત એ બની કે આમે આ સમય દરમય્ય્ન અમારી બેવકૂફી પર ખૂબ
હસ્યા. એટલુ બધુ કે આંખમાં આનસુ આવી ગયા.
એ સમયમા આમે આમરી બધી જ ચિતાઓ અને જવાબદારીઓ ભૂલી જઈને મસ્તીમાં જ લાગી ગયા. એક પણ
રિલ સારી ન બની પણ એ મજા આમે જીવનભર યાદ રહી જાય એવી તો બની જ ગઈ હતી! આમ કરતાં
રાતે ત્રણ વાગી જ ગયા હતા. હવે સૂવું જરૂરી હતું. બીજે દિવસ આખો દિવસ સાથે ફરવનું
પણ હતું. સૂઈને આરામ કરવાનો હતો. અમે ચાર
જણા હતા એટલે બીજો રમ લીધો હતો પણ ત્યાં જવાનું કોઈને મન નહોતું. બાજુમાં રહલો
સોફા કામ બેડ ખોલી ન્કહયો અને ચારે જણા સાથે જ સૂઈ ગયા.
શેફાલીને તો સવારે
સનરાઈસ જોવો હતો. તેને બધાને જલ્દી ઉઠવાની તાકીદ કરી દીધી હતી. ચાર કલાકમાં ઊઠવું
મારા માટે તો અશક્ય હતું છતાય ઉઠીશું એવું નક્કી કરીને અમે સૂઈ ગયા. અમારા ગ્રૂપનો
કૂકડો શેફાલી સૂર્યોદય જોવા ઉઠી ગઈ ને સાથે દિપ્તી પણ! બને બાલ્કનીમાં ઊગતા સૂર્યને જોવા ગયા પણ મે અને ગીતાએ તો
વરસાદ છે એટલે સૂરજને પણ રવિવારની રજા હશે એમ વિચારીને બેડ પરથી ઉઠવાનું
ટાળ્યું!.આખરે દિપ્તી અને શેફાલી થોડી વાર વાતો કરીને પાછા સૂઈ ગયા. સવારે આઠ વાગે
શેફાલીના ફોન શરૂ થઈ જ ગયા. અમારે ઉઠી જવું પડ્યું.
ઊઠીને ફ્રેશ થઈને
બીચ પર પહોચી ગયા પણ સુરજા દેવતા એ પોતાનો રંગ દેખાડી જ દીધો હતો. સવારનો સૌમ્ય
સુરજ હવે તાપ ફેલવી રહ્યો હતો. આમરા જેવી સુંદરીઓ માટે આટલો તડકો સારો નહીં વળી જો
તડકાને લીધે માથું દુખી જાય તો આખો દિવસ મજા ના કરી શકાય એ વિચારીને અમે હોટેલમાં
પાછા ફર્યા. ગાર્ડેનામ મૂકેલા હીંચકા પીઆર થોડી વાર બાળક બની ને રમી લીધું. આજે
આકાશ સાફ હતું ને બીચ નો સુંદર વ્યૂ પણ હતો. અમારું મન ફોટો લેવા લલચાઇ ગયું અલગ અલગ પોસમાં
નવા નવા ફોટો પાડીને રાતની રિલ્સની કસર પૂરી કરી જ લીધી. ફોટો સેસન કરીને થાક્યા બાદ
અમે બ્રેકફાસ્ટ કરવા પહોચ્યા..
વાહ ...આખી રેસ્ટોરાં અવનવી વાણગીઓથી ભરેલી હતી. પંજાબી,
સાઉથ ઇંડિયન, પરાઠા. મિસાલ, પૂરી ભાજી , વડા. ભજીયા . જેવી ચટપટી મસાલેદાર વાણગીઓની સાથે કેક, પેસ્ટ્રી, કુકીસ, પેકકેક વોફલ
જેવી મીઠાઈઓ , ટી કોફી મિલશેક અને જ્યુસ જેવા પીણાંમાંથી શું
ખાવું ને શું પીવું એ જ ના સમજાયું. બધાએ પોતા પોતાની ભવતિ વાનગીઓ પ્લેટમાં લઈ
લીધી ને તૂટી પડ્યા. પેટભરીને નાસ્તો કરીને અમે રૂમમાં પહોચ્યા. ચેક આઉટનો સમય થઈ
થવાનો હતો એટલે અમે જલ્દીથી નહીંને તૈયાર થઈને રિસોર્ટમાંથી અનેક સુંદર યાદોને
કેમેરામાં કેદ કરીને સાથે અનેક મીઠી યાદોને મનમાં ભરીન બાહર નીકળ્યા.
બીજીવાર અહી આવીને
વધુ સારો સમય વિતાવી શકાય એ માટે શેફાલીએ તો રિસોતની મેનેજર પાસેથી મેમેબરશિપ વિષે
બધી માહિતી પણ મેળવી જ લીધી. આજનો આખો દિવસ હજુ મેન સાથે રહેવાન હતા પણ દિપ્તી ને
ફરી પાછું જવું પડે એમ હતું. હવે એ થોડી જ વાર અમારી સાથે હતી . એની સાથે હજીયે
ઘણી વાતો થઈ રહી હતી પણ આજે હું વાતો કરી શકું અમે નહોતી. મારે તો વાતો સ્મભળવી જ પાડે એમ હતી કારણ કે
મારો આવજ સરદીને લીધે સાવ જ બેસી ગયો હતો. મારા જેવી વાચાળ વ્યક્તિ માટે આ સજા હતી
પણ મારી સખીઓ ખુશ હતી કારના હવે તેમને બોલાવનો મોકો મળવાનો હતો.
શૉફર શેફાલીએ હવે
કારનું ડ્રાઈવિંગ વ્હીલ સંભાળી લીધું હતું. વાતો કરતાં કાંદિવલી પહોચી ગયા. દીપતિને ડ્રોપ કરીને અમે ગુજરાતી ફિલ્મ જોવા પહોચ્ય.. પોપકોર્ન અને ડેરીમીલ્ક્ની મજા
માનતા અમે મૂવી જોવા લાગયા. ફિલ્મ સપેન્સ હતી છતાય રાતના ઉજાગરને લીધે જોકા આવવા
લગાય પણ શેફાલીએ મને જગાડી રાખી હતી. આખરે મે ફિલ્મ આખી જોઈ જ લીધી. ફિલ્મનુ
સસપેન્સ ગમ્યું તો નહોતું પણ બધા સાથે હતા એની જ મજા હતી.
ફિલ્મ જોઈને થોડી
વાર આરામ કરવો હતો એટલે અમે શેફાલી ના ઘરે પહોચાયા ને થોડી વાર આડા પડયા. અલમલ્ક્ની
વાતો ચાલતી હતી. હું હવે થોડુક બોલી શકતી હતી. બધા થોડી વાર સૂતા જોકે મને ઊંઘ તો
ના જ આવી પણ ગીતા એ એક પાવર નેપ લઈ જ લીધો. શેફાલીએ બનવેલી મસ્ત મજાની કડક કોફી પી
ને અમે શોપિંગ માટે નિક્લાયા. નવરત્રિ માટે થોડી ઘણી ચીજો ખરીદિ. સ્ટ્રીટ સશોપિંગનો
આનદ માણીને અમે આખરે મહાવીર નાગર પહોચ્યા. ફરી જરમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. અમે આજે સ્ટ્રીટ શોપિંગ
સાથે સ્ટ્રીટ ફૂડ પણ એંજોય કરવાના હતા.દાળવડા, વડપાવ. ચીસ
સેન્દ્વ્હિચ , પાણીપૂરી , પ્રોટીન સૂપ
અને ડોસા જેવી અવનવી ચટકેદાર વાનગીઓ ખાઈને અમને મજા જ પડી ગઈ.
સ્વાદની સફરમાં શેફાલી અમારી ટુર ગાઈડ બની ગઈ હતી ત્યની
પ્રખ્યાત વાનગીઓ અમને એક પછી એક ચખાડતી ગઈ. પેટ તો ભરાઈ ગયું પણ મન ભરતું નહોતું
પણ મેઘરાજા એ હવે પોતાનું વર્ચસ્વ જમાવી દીધું હતું અને ઘરે જવાનો સમય પણ થઈ જ ગયો
હતો. આખરે અમારે છૂટા પડવું જ પડ્યું. રિક્ષા લઈએન હું ને ગીતા સ્ટેશાન તરફ જવા નીકળ્યા. અમે શેફાલીને તેના ઘર
પાસે ઉતારી દીધી. એકમેકને ગળે મળીને અમે છૂટા પડ્યા સાથે અનેક સુંદર યાદોને અમારા
મનમાં ભરીને ઘરે લઈ જઈ રહ્યા હતા!
સાચે આપણે કેટલાય નવા મિત્રો બનવી લઈએ કોલેજના જૂના મિત્રો સાથે જ મજા આવે છે તે ક્યાય નથી આવતી. હવે તો નક્કી કરી જ લીધું છે, વર્ષે એકવાર આવો સમય વિતાવી લેવો જ છે..ખરું ને સખીઓ!!..
._તની
Wah hemali pacho e divas eyes same aavi gayo.
જવાબ આપોકાઢી નાખોthank you
કાઢી નાખો