પોસ્ટ્સ

નવેમ્બર, 2024 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વાત એ બે દિવસોની ...

  ના અપેક્ષા ના કોઈ માંગણી તોયે નિરંતર ધબકતી લાગણી એટલે મૈત્રી સાચે જ મૈત્રી એક એવિ લાગણી છે જે અપેક્ષા કે માંગણી ને કોઈ સ્થાન જ નથી હોતું. એક એવો સંબંધ જે ફૂલ જેવા હળવા થઈને જીવી શકાય છે એટલે જ મિત્રોને મળીએ ત્યારે મન પર કોઈ ભાર નથી હોતો. એમની સાથે સમય ક્યાં વિતી જાય છે એનું ભાન જ નથી રહેતું. એ સમય એક મીઠું સંભારનું બનીને મન ના ખૂણે હમેશા સચવાઈને રહે છે ,   જીવનના દરેક તબક્કે આપણ જીવનમાં નવા મિત્રો આવતા જ રહે છે. એમના થકી જીવન હસતું ખેલતું રહે છે. સ્કૂલ અને કોલેજની મિત્રો જેવી નિર્દોષ અને નિખાલસ મિત્રો જેવ જીવનના બીજા કોઈ પણ તબબ્કે મળવા મુશ્કેલ છે. એ મિત્રોની વાત જ કઈક અલગ છે. તેઓ આપણને ખૂબ સારી રીતે જાને છે અને સમજે છે. તેમની સામે આપણે સહજ રહી શકીએ છીએ. આપણે તેમની સામે કોઈ મુખવતો પહેરાવની જરૂર નથી હોતી. હળવા બનીને ખુશીઓ માણવાની મજા કઈક અલગ હોય છે. જેની સાથે સાવ બાલિશ વાતો કરી હોય , એક ચોકલેટ ખરીદવા પો પોતાના ખિસ્સાનું ચીલલર ભેગું કર્યું હોય. એક કટિંગ ચા હાથમાં લઈને કલકો સુધી વાતો કરી હોય. એવ મિત્રો સાથે સમય વીતવાનો આનદ જ કઈ ઔર હોય છે!    આપના દરેક પાસે એવ મિ...

એ સાવ ગપ્પીદાસ નહોતા ..!!

     એ સમય કઈ અલગ જ હતો . ન હતી ન હતી   બાળપણની નિર્દોષતા ન હતો યુવાનીનો નશો . બસ હતી એ માત્ર કિશોરાવસ્થા !! હા , એ સમયે અમે કિશોરાવસ્થામાં પગ જ મુક્યો હતો . શાળાજીવનનો અંત થયો હતો ને અમે કોલેજમાં પગ મૂકવાના હતા . હવે પોતાના જીવનને નવી દિશામાં લઇ જવાની , કારકિર્દી તરફ ડગ માંડવાની શરૂઆત કરવાની હતી . સોનેરી ભવિષ્યના સપનાઓ મનને ભીંજવી રહ્યા હતા . કાલને સંવારવા આજે અનેક નિર્ણયો લેવાના હતા .   એ સમયે અમારી મુલાકાત એક વ્યક્તિ સાથે થઇ હતી.   જેમને અમે ત્યારે ગપ્પીદાસ કહેતા . દેખાવે પ્રતિભાશાળી આધેડ ઉંમરના , સફારી સૂટ પહેરતા અને આંખે સોનેરી ફ્રેમના ચશ્માં . તેઓને   લોકોના હાથની રેખાઓ જોવાનો શોખ હતો . ફુરસતના સમયે લોકોનો હાથ જોઈ એમના ભવિષ્ય વિષે આગાહી કરતા .    અમારો એક મિત્ર ક્યાંકથી એમનું સરનામું લઇ આવેલો . આમ પણ આ સમયે ભિવષ્ય કેવું હશે એ જાણવાની અમને સૌથી વધુ તાલાવેલી હતી એટલે અમે મિત્રો ભેગા થઇ એમની પાસે ગયા .   કપાળે ...