દિવાળી નો પ્લાન શું છે?

 

 

 બાળકો ઘરે હતા ત્યાં સુધી તો દિવાળી આવે એના થોડા દિવસો પહેલાથી દિવાળીનું 'પ્લાનિંગ' શરુ થઈ જતું! અહીંયા દિવાળીના દિવસોમાં રજાઓ હોય નહીં ઓફિસ અને શાળા રાબેતા મુજબ ચાલુ હોય! અમે બધા પરિવારો દિવાળીની નજીક આવતા 'વીક-એન્ડ'માં દિવાળી મિલનનું આયોજન કરીએ. બધા પરિવારો સાથે મળી દિવાળી ઉજવીએ. દિવાળીના દિવસે 'વકિંગ-ડે' હોવાથી ખાસ કોઈ પ્લાન હોય પરંતુ, હું થોડી જૂનવાણી, તહેવાર ના દિવસે તહેવાર ઉજવવા જોઈએ એવું માનું! એથી અમે ચારેય દિવાળીના દિવસે બપોરથી શું કરવું એનો 'પ્લાન' કરીએ. સાથે બાળકોની ફરમાઈશ પ્રમાણે કયા નાસ્તા અને મીઠાઈઓ બનાવવી પણ નક્કી કરી લઈએ.

   મોહિતને અઠવાડિયા પહેલાથી ઑફિસેથી જલ્દી આવી જવાની કે 'હાફ- ડે' લેવાની સૂચના આપી દઉં! લક્ષ્મી પૂજનના મુહૂર્ત જોઈને સૌથી પહેલા મુહૂર્તમાં પૂજા કરવાની! સાંજે બાળકો નક્કી કરે હોટલમાં 'ડીનર' કરીને બધા મિત્રો સાથે ફટાકડા ફોડવા જવાનું! માટેના સમય પહેલાથી નક્કી કરી લઈએ! દિવસે કયા કપડાં પહેરવા? થી માંડીને કયાં જવું? વગેરે પેહલેથી નક્કી કરી લઈએ. સાથે કપડાંની શોપિંગ માટેના 'પ્લાન' પણ બની જતા. બાળકો પણ મુજબ તૈયાર થઈ જતા. અમે ચારેય સાથે મળીને દિવાળી ઉજવાતા. 'પ્લાન'માં કયારેય કોઈ બદલાવ આવતો. (એમ તો મારા ઘરમાં મારી તાનાશાહી ચાલે હોં!તાકાત છે કોઈની એમાં મીનમેખ કરી શકે!) વર્ષો સુધી ક્રમ ઘરમાં યથાવત રહેલો પરંતુ, સમય ને જતાં ક્યાં વાર લાગે છે..!!

 આજે બાળકો પોતાના અભ્યાસ અર્થે ઘરથી દૂર છે! દિવાળીના દિવસોમાં ઘરે આવી શકે એમ નથી!

" વખતે દિવાળીનો શું પ્લાન છે?"

દિવસે મોહિતે મને પ્રશ્ન કર્યો. મારી પાસે ઉત્તર ક્યાં હતો? બાળકો વિનાની દિવાળી ક્યારેય કલ્પી પણ નહોતી! ( લોકો વિનાનું જીવન કેટલું કપરું છે વર્ણવીશ તો સાચે 'ટાઈમ' 'આઉટ" થઈ જશે!)

હું બોલી," વર્ષનો સૌથી મોટો તહેવાર અને બાળકો નહીં ! શું કરવાનું? કોઈ પ્લાન નથી! વર્ષે નાસ્તા નથી બનાવવા! એમને મૂકીને ગળે પણ ક્યાં ઉતરશે!! લોકો હતા ત્યારે..... ઘુઘરા અને ચકરી તો બનતા એવા ખલાસ થઇ જતા! ઘણી વાર તો  મહેમાનો માટે ફરી બનાવવા પડતા! દિવ્યા તો ચેવડાનો ડબ્બો પોતાના રૂમમાં છુપાવી દેતી, કોઈને આપતી નહીં! દિવ્ય કહેતો," મમ્મી, વર્ષે ચકરી વધારે બનાવજે. મારા મિત્રોને બહુ ભાવે હું ટિફિનમાં બહુ બધી લઈ જઈશ!"

ઘરની સજાવટ હું એકલી કેમ કરીશ? દિવ્યા દર વર્ષે મારી સાથે રંગોળી બનાવતી એનું 'ડ્રોઇંગ' બહું સરસ! ચિત્ર દોરતી અને હું રંગ પૂરતી! દિવ્ય દીવડા પ્રગટાવીને આખા ઘરને સજાવતો! હું એકલી બધું નહીં કરી શકું!!" બોલતાં મારી આંખો ભરાઈ આવી.

મોહિતે બંને બાળકોને ફોન લગાડીને પૂછ્યું," તમારો વર્ષે દિવાળીનો શું પ્લાન છે?"

દિવ્ય બોલ્યો," અહીંની 'ઇન્ડિયન-સોસાયટી' દિવાળીનો કાર્યક્રમ રાખ્યો છે અમે બધા મિત્રો ત્યાં જવાના છીએ! 'ઇન્ડિયન ફૂડ', 'ડાન્સ' અને ફટાકડા વગેરે નો પ્લાન છે."

દિવ્યા બોલી," અમારી કોલેજમાં 'દિવાલી-બેશ' છે. અમે અમે બધી સખીઓ મળીને એક ગીત પર 'ડાન્સ' કરવાના છીએ! ડિનર માટે  અહીંયાના 'ઇન્ડિયન 'રેસ્ટોરન્ટ' માંથી મીઠાઈઓ અને જમવાનું મંગાવીશું."

  બંનેના 'પ્લાન' સાંભળીને મને થયું, હાશ બાળકો તો દિવાળી ઉજવશે! ફોન મૂકીને મોહિત બોલ્યો," સમજી કાંઈ! જે પરિસ્થિતિ છે એને અનુરૂપ થઈને જીવવું જીવન છે! શું બંનેને ઘરની યાદ નહીં આવતી હોય? આપણે જેમ એમને યાદ કરીએ છીએ, તેમ તેઓને પણ ઘરની દિવાળી યાદ આવતી હશે! છતાંય ત્યાં મિત્રો સાથે મળીને દિવાળી ઉજવાવાનું નક્કી કરીને તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કરી લીધું ને! બાળકો પાસેથી શીખ! અત્યારની જે પરિસ્થિતિ છે તેને આપણે બદલી નથી શકવાના! રડીને કે હસીને દિવાળી તો ઉજવવાની છે, તો પછી હસીને કેમ નહીં??

 બંને બાળકો જયારે 'ડિસેમ્બર' ની રજાઓમાં ઘરે આવે ત્યારે બધા નાસ્તા ફરી બનાવજે. આપણે સાથે મળીને ૩૧ મી ડિસેમ્બરની રાત્રે ફરી ફટાકડા ફોડીશું. બધા ભેગા થઈએ દિવસ તહેવાર માનીને ઉજવીશું!"

વખતે પણ દિવાળી રીતે ઉજવાશે જેમ દર વર્ષે ઉજવાય છે. હું બધા નાસ્તા ખાઈશ, તું બનાવજે! હું રંગોળી દોરી આપીશ, તું રંગ પૂરજે! હું દિવા ગોઠવી આપીશ, તું પ્રગટાવજે! આપણે સાથે મળીને પૂજા કરીશું. બાળકોને 'વિડિઓ- કૉલ'થી દર્શન કરાવશું. આપણે બંને બહાર 'ડિનર' પર જઈશું ને ફટાકડા પણ ફોડીશું! ફટાકડાના પેકેટ પર ક્યાંય લખ્યું હોતું નથી કે એને મોટાઓ ફોડી ના શકે! બરાબર ને! આપણે બંને એકબીજાની સાથે છીએ દિવાળી! બાળકો દૂર છે તો શું થયું, પ્રેમ અને લાગણીથી એટલા નજીક છે, દિવાળી!!"

   મોહિતના શબ્દો સાંભળીને મેં મોહિતના શબ્દો સાંભળીને મેં આંસુ લૂછી નાખ્યા અને દિવાળી માટે નાસ્તા બનાવવાની શરૂઆત કરી દીધી! દિવાળીનું પ્લાનિંગ શરુ થઇ ગયું છે, આજે સાંજે ઑફીસથી આવે એટલે ખરીદી કરવા પણ જવાની છું! (મોહિત ખરીદીના બિલ જોઈને પસ્તાવા નો છે! અમસ્તી તની ને દિવાળી ઉજવવા તૈયાર કરી!) ચાલો, મેં તો દિવાળીની ઉજવણી માટે 'પ્લાનિંગ' શરુ કરી દીધું છે! તમારો શું પ્લાન છે, મને 'કોમેન્ટ' માં જરૂર કહેજો..!!

તમને સહુ ને આવનારી દિવાળીની અનેક શુભકામનાઓ..

-તની

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક