દિવાળી નો પ્લાન શું છે?
બાળકો ઘરે હતા ત્યાં સુધી તો દિવાળી આવે એના થોડા દિવસો પહેલાથી દિવાળીનું ' પ્લાનિંગ ' શરુ થઈ જતું ! અહીંયા દિવાળીના દિવસોમાં રજાઓ હોય નહીં ઓફિસ અને શાળા રાબેતા મુજબ ચાલુ જ હોય ! અમે બધા પરિવારો દિવાળીની નજીક આવતા ' વીક - એન્ડ ' માં દિવાળી મિલનનું આયોજન કરીએ . બધા પરિવારો સાથે મળી દિવાળી ઉજવીએ . દિવાળીના દિવસે ' વકિંગ - ડે ' હોવાથી ખાસ કોઈ પ્લાન ન હોય પરંતુ , હું થોડી જૂનવાણી , તહેવાર ના દિવસે જ તહેવાર ઉજવવા જોઈએ એવું માનું ! એથી અમે ચારેય દિવાળીના દિવસે બપોરથી શું કરવું એનો ' પ્લાન ' કરીએ . સાથે બાળકોની ફરમાઈશ પ્રમાણે કયા નાસ્તા અને મીઠાઈઓ બનાવવી એ પણ નક્કી કરી જ લઈએ . મોહિતને અઠવાડિયા પહેલાથી જ ઑફિસેથી જલ્દી આવી જવાની કે ' હાફ - ડે ' લેવાની સૂચના આપી દઉં ! લક્ષ્મી પૂજનના મુહૂર્ત જોઈને સૌથી પહેલા મુહૂર્તમાં પૂજા કરવાની ! સાંજે બાળકો નક્કી કરે એ હોટલમાં ' ડીનર ' કરીને બધા મિત્રો સાથે ફટાકડા ફોડવા જવાનું ! એ માટેન...