દીકરીના લગ્નની ખરી ઉમર કઈ?

 

     મારુ ગ્રજ્યુએશન પૂરું થયું પછી મેં એક પ્રોફેસોનલ કોર્સ માટે ભણવાનું શરુ કર્યું. આવા કોર્સ થોડા અટપટા ને સમય માંગી લે એવા હોય છે. પેહલા  વર્ષની પરીક્ષાઓ થઇ ત્યાં તો મારા લગ્ન નક્કી  થઇ ગયા. સમયે મારી ઉમર લગભગ ૨૩ વર્ષની ! ઉંમરે લગ્ન થઇ જવા જોઈએ, એવું બધાનું માનવું હતું. નાની ઉંમરે લગ્ન થઇ જાય એટલે ઘરના સહુને નિરાંત! વળી સંબંધીઓને પણ શાંતિ થઇ જાય. ગ્રેજ્યુએશન પૂર થતા ઘરમાં માંગ તો આવા લાગી જાય! બહુ ના ના કરીયે તો પછી હાથમાંથી સારા છોકરા નીકળી જાય. સાસરે જઈને આગળ ભણવું હોય તો ભનાય વગેરે ..વગેરે દલીલો સામે મેં પણ લગ્ન સહર્ષ સ્વીકારી લીધા. થોડા મહિનો માટે ભણતર  પડતું મૂક્યું ને સાંસારિક જવાબદારીઓ લઇ લીધી. જોકે મોહિતે મને લગ્ન બાદ મારુ ભણતર  પૂર કરવા માટે સમજવી મેં ફરીથી પરીક્ષાનું ફોર્મ ભર્યું,  વંચાવનું શરુકર્યું પરંતુ, લગ્ન જીવનની શરૂઆતના દિવસોની વાત કઈ અલગ હોય સમયે અચાનક અનેક જવાબદારીઓ આવી પડે છે . નવા ઘરમાં સેટ થવું નવા જીવને અનવવાની મથામણ જેવા અનેક કારણો સર હું ભણવામાં મનેને  એકાગ્ર કરી ના શકી.પરિશમાં થયું પરિણામ મેળવાઈ ના શકી તેથી  મેં ભણવાનું છોડી દીધું. પરિવારમાં ઓતપ્રોત થઇ ગઈ .

     અત્યરે જયારે મારા બાળકો પોતાની કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છે. સમયે એમને જોઈને મારા મનમાં દટાયેલું  સ્વપ્ન ઘણીવાર દર્દ આપી જાય છે. જો સમયે મેં મારો ઉચ્ચાભ્યાસ છોડ્યો  ના હોત તો ..આજે મારુ જીવન કઈ અલગ હોત! મારી કારકિર્દી , મારા સ્વપ્ન ને મારુ જીવન હું મારી રીતે જીવી શકી હોત ..શું લગ્ન નાની ઉંમરે કરવા જરૂરી હતા ? સંસારની જવાબદારીઓ થોડી મોદી ઉપાડી હોત તો શું ખાટું મોળું થઇ જવાનું હતું ? આવા વિચારો મનને ઘણીવાર દર્દ આપી જાય છે!! ખેર, આતો થઇ જૂની વાત... સમયે કદાચ ઉમર પણ સમાજની  દ્રષ્ટિએ લગ્ન કરવા થોડી વધારે હતી. મારી કેટલીક સાખિઓતો ૨૦ ની ઉંમરે પરણીને સાસરે ચાલી ગઈ હતી. મારા લગ્નમાં એક બાળકની માતા પણ બની ચુકી હતી . પરંતુ આજે જયારે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન પુરુષ સમોવડુ થઇ રહ્યું છે , સ્ત્રીઓ  દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે ત્યારે આપણા હજીયે લગ્નની  ઉંમરમાં તો કોઈ ખાસ ફર્ક નથી જોઈ રહ્યા. હાજી પણ છોકરીઓ જયારે પ્રોફેસોનલ ડિગ્રી લેવા ઝંપલાવે છે ત્યારે માતા પિતા માટે ચિંતાનો વિષય બની જાય છે . શું કોર્સ પત્યા પછી સારા છોકરાઓ મળશે ? શું લગ્ન પછી પોતાની કરીકીર્દી બનવી શકશે ? છોકરીએ ઘરના સાથે અડ્મિસોન લેતા પેહલા રીતસરનું લડવું પડે છે. ઘણી વાર માતા પિતા પણ એવું ચાહતા  હોય છે કે દીકરી કરીકીર્દી બનવી લે ત્યારે  તો સાગા સંબંધીઓ કેહવા લાગે છે , જો જે છોકરી આટલું ભણી લેશે તો એટલો ભણેલી છોકરો ક્યાંથી લાવીશું ?  આજ કલ છોકરાઓ વ્યવસાયમાં વધારે હોય છે એટલે એટલો ઉચ્ચ અભ્યાસ કરે છે ક્યાં ? કોઈ છોકરો પોતાનાથી વધારે ભણેલી છોકરી સાથે લગ્ન નહિ કરે ..આવા ડર બતાવાય છે જોકે બધું  મહદ અંશે સાચું પણ હોય.

   સ્વાભાવિક રીતે ગ્રેજ્યુએશન , માસ્ટર્સ ને નોકરી કે વ્યવસાયના થોડાક વર્ષો પણ ગણીએ તો પણ લગ્ન માટે દીકરીની  ઉમર ૨૭ કે ૨૮ ની થઇ જાય!..હાજી પણ આપણે એટલી ઉદારતા બતવી શકતા નથી ! આટલી મોટી ઉંમરે લગ્ન કરાવમાં  થોડીક મુશ્કેલીઓ આવે એની પણ શક્યતાઓ છે જેમ કે માર્તુત્વ ધારણ કરવું , નવા ઘરમાં અને નવી વ્યક્તિ સાથે મોટી ઉંમરે અદજુસ્ટ થવું થોડું કપરું બની રહે. એવું બની શકે પરંતુ વિજ્ઞાન ના જમાનામાં માર્તુત્વ વિશેની  મુશ્કેલીઓ તો નિવારી શકાય .રહી વાત અદજુસમેન્ટની તો થોડી સમજદારી બને પક્ષે હોય તો મૉટે ભાગે વાંધો નથી આવતો , નાની ઉંમરે થતા લગ્નમાં પણ ડિવોર્સ ને પ્રેગનેંસીને લગતી મુશ્કેલીઓ આવે છે ! ખરુંને

હવે જમાનો બદલ્યો છે , છોકરાની જેમ છોકરીઓને પણ પોતાની ગમતી કારકિર્દી , પોતાનો ઉચ્ચાભ્યાસ કરવાની છું મેળવી જોઈએ. આપણી દીકરીઓ આપણું ગૌરવ છે. આપણા સંકારોનો પડછયો છે. ભણી કામ કરીને આગળ આવશે ત્યારે એનો પરિવાર એના બાળકો સમાજ અને દેશ પણ આગળ આવશે. ભણેલા પુરુષો સાથે સ્ત્રીઓને પણ ખભે ખભા મિલાવી ચાલવા દઈએ તો ! આજે મારા  ઘણા  સંબંધીઓની દીકરીઓ  ઉચ્ચ અભ્યાસ  કરી રહી છે. પોતાની કારકિર્દીને લાઈન તેમની આંખોમાં અનેક સપનાઓ દેખાય છે. તેમની માતાઓ જયારે એમના લગ્ન વિષે  વિષે ચિંતા કરે છે ત્યારે હું કહું છું એને ભણવા દો, એનું આકાશ શોધીને ઉડવા દો .એને સમજનાર એનો સાથ આપનાર યોગ્ય જીવનસાથી મળી જશે ચિંતા ના કરો! ..પેલી ફિલમની જેમ ..કહીને કહી કોઈન   કોઈ તો આપકે લિયે બના હી હૈ! બસ મિલાને કી દેર હૈ!  નજીના ભવિષ્યમાં હુ મારી દીકરીને એજ કરવા દઈશ.

વાચક મિત્રો , હવે સમય છે, સમાનતાનો! તો આપણે પાછળ શું કામ રહીયે. ભલેને જેને જે કેહવું હોય તે કહે બીજાની વાતો સામે આંખ આડા કાન કરીને આપણી દીકરી માટે શું યોગ્ય છે નિર્ણય આપણે લઈયે .જેમ દીકરના લગ્નમાટે આપણે વિચારીયે કે કારકિર્દી  બનવી લે. પગભર થાય  પછી પરણવીશું એવું દીકરી માટે પણ વિચારીયે ..એને પણ એનું જીવન ઘડતર કરવા દઈએ.આપણે  બધા માનસિકતા કેળવીએ તો સમજનુ ચિત્ર પણ થોડા સમયમાં બદલાઈ  જશે ..

લગ્ન ની ખરી ઉમર કઈ જ્યારે મારી દીકરી પગભર થઈ!!

ખરુને ?

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક