દખલગીરી નથી કરવી! નથી ચલાવી લેવી!!
જીવનમાં એક કામ કાયમ કરો કોઈના જીવનમાં દખલ ન કરો! આવા સુવાક્યો આપણે રોજ વાંચીને પણ ભૂલી જઈએ છીએ! ઘણા તો પોતાના સ્ટેટ્સ પર પણ મૂકે છે બીજાને વંચાવીને સમજવા કહે છે પણ પોતે અનુસરે ખરા ?? " એમાં આપણે શું ? એમને જે કરવું હોય તે કરે!" આવું માત્ર બોલય છે પરંતુ , અનુસરણ થાય છે ખરું ?? " નીતાબહેન નો દિકરો કેટલો દેખાવડો છે તોય કેવી જાડી ને શ્યામવર્ણી વહુ લઈ આવ્યો!" " નીમુમાસી તો આજકાલ થોડા વધારે જ હવામાં રહે છે! દિકરો વિદેશ શું ગયો , એમના તો તેવર બદલાઈ ગયા છે!" " આ રમણભાઈ પણ ખરા છે , દીકરી સત્તાવીશ ની થવા આવી તોયે પરણાવવાનું નામેય નથી લેતા!" " આ સુરેખા બહેનના દીકરાના લગ્ન ને ચાર વર્ષ થઈ ગયા હજીય આમના ઘરે પારણું નથી બંધાયું! આજકાલના જુવાનિયાઓ ને બાળકોની ઝંઝટ ગમતી જ નથી લાગતી!" આવા અનેક કથનો આપણે અનેક વાર સાંભળીએ છીએ! ક્યારેક આપણે પણ બીજાના જીવનમાં થતી દખલગીરી માં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામેલ પણ થઈ જઈએ છીએ , ખરું ને ?? બીજાના જીવનમાં શું થઈ રહ્યું છે , એ જાણવાની તાલાવેલી મનુષ્યમાં સ્વાભાવિક પણે હોય છે જ! જો કે આમાં કશું ખોટુ...