ખુશીઓનું સરનામું - મારા જુના મિત્રો
એ સમયે હું કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી . એક દિવસ ઘરની અંગત ચિંતાને કારણે મારૂ મન ઉદાસ હતું .. હવે શું થશે !. એના નકારત્મક વિચારોથી મન ઘેરાયેલ હતું . એ સમયે હું મારા ખાસ મિત્રો સાથે કોલેજની લાઇબ્રેરીમાં અભ્યાસ કરી રહી હત પણ વાંચવામાં મન લાગતું નહોતું. એ વિચારોમાં મન એટલું બધું ઉદાસ થઇ ગયું કે આંખમાંથી અશ્રુબિંદુ સરી પડ્યા!! મારા મિત્રોએ આ જોયું તરત જ પોતાના અને મારા પુસ્તકો બંધ કર્યા ને કહ્યું , " ચાલ , કેંટીનમાં કોફી પીવા જઇયે " .. એ સમયે અમારૂ ગ્રુપ કોલેજમાં પ્રખ્યાત હતું . અમે બધા સાથે વાંચતા . બધે સાથે જ જતા . અમારો નિયમ કે એક જણ વાંચતા કંટાળીને કોફી પીવાનું કહે એટલે બધાએ પુસ્તકો બંધ કરી દેવાના .. બધા કેંટીન પહોંચ્યા . એમાંથી કોઈએ મને મારી ઉદાસીનું કારણ ન પૂછયું કે ના કોઈએ એ વિષે વાત કરી .. બલ્કે મજાક મસ્તીને જોક્સ શરુ કરાયા .. કોઈની ટીખળી કરીને હસી પડ્યા .. તો બીજાએ એક જૂની વાત યાદ કરાવીને હસા...