આમ દાંત કઢાય ખરા ...!!
મહાનગરી કહેવાતું શહેર મુંબઈ , જેની જીવાદોરી એટલે ત્યાંની લોકલ ટ્રેન ! જેનું સતત દોડવું મધ્યમ વર્ગીય નોકરિયાત પરિવારો માટે જીવન કહેવાય . ટ્રેન વીના તો મુંબઈ શહેરચાલી ના શકે ! લોકલ ટ્રેન માટે આવા સારા શબ્દો વાંચીને તમને પણ લોકલ ટ્રેનમાં સફર કરવાનું મન થઈ ગયું હશે ને ! જો એવો વિચાર આવ્યો હોય તોય એને પાછો વાળી દેજો , એમાં સફર કરવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું કામ ! ચાવતા નહીં હો , દાંતનો ભૂકો બોલી જશે તો પછી આ લેખ વાંચીને દાંત ક્યાંથી કાઢશો ? જો ઈતિહાસના વિરલાઓ જેવા કે મહારાણા પ્રતાપ , અકબર , સિકંદર કે પોરસને મુંબઈની લોકલ ટ્રેનમાં સવારે કે સાંજે ' પિક - અવર્સ ' માં સફર કરવાનું કહ્યું હોત તો એમને એ કામ જંગ લડવાથી પણ મુશ્કેલ લાગ્યું હોત ! એ લોકો ટ્રેન જોઈને જ હથિયાર હેઠાં મૂકીને ભાગી જાત ! ઇતિહાસની મોટી જંગો થાત જ નહીં અને આપણે એ બધું ભણવું પણ ના પડયું હોત ! ખેર , ઈતિહાસને છોડો , તમે કદી પિંજારા ને ગાદીમાં રૂ ભરતાં જોયો છે ? ( જો કે હવે , ' મેટ્રેસીસ ' ના જમાનમાં ગાદલું ને પિંજારો પણ ઇતિહાસ થઈ ગયા છે !) જેમ પિંજારો ગ...