બંધન સાત ફેરા નું.... (award winnner love story )
પરિધિ અને સુકેશ એક મિત્રના લગ્નમાં પહેલીવાર મળ્યા. પરિધિ મિત્રની પત્નીની ખાસ સખી! સુંદર એટલી કે ચાંદ પણ એની સામે ફીકો લાગે. જયારે સંગીત સંધ્યામાં ' બોલે ચુડીયા ... ' ગીત પર નૃત્ય કર્યું ત્યારે તો સુકેશ તેની દરેક અદા પર વારી ગયેલો. એક મિત્રની મદદથી સંપર્ક કરી લીધો. વાતો વાતોમાં મિત્રતા થઈ ગઈ. લગ્નની દરેક વિધિને ધ્યાન પૂર્વક જોતી પરિધિને સુકેશે પૂછયું , " શું તમને આવું બધું ગમે! એટલે કે કન્યાદાન , હસ્ત મેળાપ , સાત ફેરા વગેરે...મને તો આમાં જરાય રસ ના પડે! કેટલી લાંબી રીત રસમ! કોણ આટલો બધો સમય વેડફે! હું જયારે પણ લગ્ન કરીશ ત્યારે કોર્ટ મેરેજ કરીશ. સહી કરી એટલે પત્યું!! " .... પરિધિ બોલી , " પાલવની ગાંઠે બંધાતો પ્રેમ અને પવિત્ર અગ્નિની સાક્ષીએ ફરાતા મંગળ ફેરા અને સપ્તપદીના સાત વચન બે હૃદયને નહીં પરંતુ બે આત્માને ભવો ભવના પવિત્ર બંધનમાં બાંધી દે છે! શું માત્ર એક કાગળ પર સહી કરી દેવાથી આટલું પવિત્ર બંધન બાંધી શકાય! હું નથી માનતી!! " પરિધિના એક એક શબ્દો સુકેશના કાને અથડાતા ને હવામાં ભળી જતાં. એનો મીઠો રણકાર સુકેશના હૃદયને પ્રેમથી તરબતર કરી ગયો. પરિધિની સુંદરતા એ...