નવલકથા-જીવન સંચય 5 ( Golden Pen Winner story )

      લાવણ્યાની હાલત જોઈને આશુતોષ ના હૃદયને દર્દ સતાવી રહ્યું હતું. એ દર્દ તે પ્રેરણા સાથે પણ વહેચી શક્યો નહીં. પ્રેરણના ગયા બાદ તે I.C.U ની બહાર બેસીને એ દિવસની યાદ માં ખોવાઈ ગયો જ્યારે તેણે લાવણ્યા ને એક પત્ર લખીને પોતાન હૃદયની વાત કહી દીધી હતી. એ દિવસની સ્મૃતિમાં  વિક્ષેપ પાડતાં નર્સે કહ્યું હતું કે દર્દીના મમ્મી આવ્યા છે. તેઓને અંદર આવતા પહેલા મીડિયા વાળા એ રોકી લીધા છે. આશુતોષ કાદમ્બરી આંટીને લેવા બહાર ગયો! હવે આગળ વાંચો ....

    આશુતોષના બહાર આવતા જ મીડિયા વાળા આશુતોષ તરફ દોડ્યા! આશુતોષ એ ભીડને ચીરતો સીધો કાદમ્બરી આંટી પાસે જવા લાગ્યો. લાવણ્યાની તબિયત વિષે પૂછાતા અનેક પ્રશ્નના જવાબ આપ્યા વિના આશુતોષ સીધો કાદમ્બરી આંટી તરફ ગયો! કેટલા વર્ષે તેઓને જોયા હતા. તેમનો કરચલી વાળો સૌમ્ય ચહેરો જોતાં જ આશતોષના હૈયે લાગણી ઉભરાઇ ગઈ.  સફેદ વાળમાં બાંધેલો અંબોડો, કથાઈ રંગની કડક સાડી, આખો પર ગોળ ફ્રેમના ચશ્મા! સંપૂર્ણ સાદગીમાં તેઓનું વ્યક્તિત્વ હજીયે પહેલા જેવુ સૌમ્ય દેખાઈ રહ્યું હતું. આટલી પ્રસિધ્ધ ફિલ્મ અભિનેત્રી ની માતા માં આટલી સાદગી! આશુતોષની જગ્યાએ કોઈ બીજું હોત તો તેને નવાઈ લાગત પરંતુ, આશતોષ જાણતો હતો કે જીવનભર પોતાના નિયમો અને પોતાની ખુમારી જાળવી રાખનાર કાદમ્બરી આંટી ને ફિલ્મી દુનિયાની ચમક આંજી શકે એમ નહોતી. તેમની આ સાદગી જોઈને આશુતોષને જરાય નવાઈ નહોતી લાગી!       

   આશુતોષે કાદમ્બરી આંટી ની નજીક જઈને તેઓને ઘેરી ને ઊભા રહેલા મીડિયાના લોકોને વિનંતી  કરી,’ મહેરબાની કરીને હમણાં તેમને અંદર આવવા દો! અત્યારે એક માતાનું પોતાની દીકરી પાસે જવું જરૂરી છે એથી તેમને  સવાલો પૂછી રોકો નહીં. સમય આવ્યે હું પોતે તેમને અહી તમારા પ્રશ્નોનાં જવાબ આપવા લઈ આવીશ! આશતોષના આ શબ્દો એ એવો જાદુ કર્યો કે બધાએ પ્રશ્નો પૂછવાનું બંધ કરીને તેમને હોસ્પીટલમાં જવા માર્ગ કરી આપ્યો. આશુતોષને ત્યાં જોઈને કાદમ્બરી આંટીને અપાર આશ્ચર્ય થયું.

તેઓ બોલ્યા,”" આશુ, તું ઇકડે કસ? લાવણ્યા કસી આહે? તું બઘતે કા તિલા? " મરાઠી ભાષામાં તેમના પુછેલા પ્રશ્નો, (આશુ, તું  અહીં કેવી રીતે? લાવણ્યા કેમ છે? તું એનો ડૉક્ટર છે? )

તેમના સવાલોના જવાબ માં તે બોલ્યો,” આપણ આત યા. આપણ નંતર ગોષ્ઠી કરતોય! (તમે અંદર  ચાલો પછી વાત કરીશું ) એમ કહેતા આશુતોષ તેમને ખભે હાથ મૂકીને ભીડથી દૂર લઈ ગયો. હોસ્પીટલમાં જઈને તેઓને સીધો ICU માં લઈ ગયો! જીવન મૃત્યુ સાથે સંઘર્ષ કરતી દીકરીની હાલત જોઈને માતાની આંખો અનરાધાર વરસી રહી! તેઓ આશુતોષના ખભે માથું મૂકી આંસુ સારી રહ્યા. એક માતા ને આવા સંજોગોમાં આશુતોષ ના ખભે રાહત મળી હતી. આશુતોષે તેમને થોડી વાર આંસુ સારી લેવા દીધા. પછી તેમને સામે ના સોફા પર શાંતિથી બેસાડીને પાણીનો ગલાસ આપતા કહ્યું,”આંટી. અહી શાંતિથી બેસો. આ પાણી પી લો. ચિંતા ના કરો. લાવણ્યા ને કશું નહીં થાય. એનું પહેલો ઓપરેશન સફળ રહ્યું છે! પાણીના ઘૂંટથી અને આશુતોષ ના શબ્દોથી કાદમ્બરી આંટીને થોડી રાહત મળી. આશુતોષને લાવણ્યાના ડૉક્ટર તરીકે જોઈને તેમને ઘણી જ શાંતિ થઈ હતી. આશુતોષ લાવણ્યા ને મૃત્યુના મુખ માથી જરૂર ઉગારી લેશે, એની ધરપત મળતાં તેઓ શાંત થયા. આશુતોષે તેઓને લાવણ્યા ની વર્તમાન પરિસ્થિતિ વિષે માહિતગાર કર્યા ને કહ્યું,”હું અહી જ છું. બધુ સાંભળી લઇશ. તમે ફિકર ન કરો. આજની રાત દવા ના ઘેન ને કારણે એ સૂતી જ રહેશે. એ જાગશે પછી હું આગળની સારવાર કરીશ. તમે પણ ખૂબ લાંબી સફર કરીને અહી આવ્યા છો. હું તમને સામેના રૂમમાં આરામ કરવાની વ્યવસ્થા કરાવી દઉં છુ. આપણે સવારે શાંતિથી વાત કરીશું.

કાદમ્બરી આંટી બોલ્યા,” તું અહી છે એથી મને લાવણ્યા ની કોઈ ચિંતા નથી. મને ખાતરી છે કે તું એને બચાવી લઇશ. બચાવીશ ને દીકરા! વર્ષો પછી દીકરા સંબોધન કાને પડતાં જ માતા પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલા આશુતોષની આંખો પણ છલકાઈ ગઈ! કાદમ્બરી આંટી નો વાત્સલય ભર્યો હાથ તેના માથે ફરતો રહ્યો. આશુતોષ થોડી વાર એ વાત્સલ્યને માણતો રહ્યો ને પછી એ વાત્સલય ભર્યા હાથ ને પોતાના હાથમાં લઈને બોલ્યો,” મારા પર વિશ્વાસ રાખો. હું લાવણ્યા ને કશું જ નહીં થવા દઉં!’’ કાદમ્બરી આંટી ની આંખોમાં એક અનેરો સંતોષ દેખાયો. એ જોઈને આશુતોષને પણ રાહત થઈ. તેમણે હીમત આપીને  આશતોષ બોલ્યો,” તમે અહી આરામ કરો હું તમારા માટે કશુક ખાવાનું મોકલવું છુ.

“ના આશુ. મને ભૂખ નથી. હું બહુ જ થકી ગઈ છુ આરામ કરીશ. આશુતોષ નર્સ ને તેઓના આરમની વ્યવસ્થતા કરવાનું કહીને પોતાની કેબિનમાં પાછો ફર્યો.

  કેબિનમાં આવીને આશુતોષે થોડી વાર પોતાની ચેર પર લંબાવ્યું. થાકને લીધે આંખો ઘેરાઈ રહી હતી. આજના એક દિવસમાં તેને જાણે વર્ષોનો થાક લાગ્યો હતો! લાવણ્યા નું  આકસ્મિક હાલતમાં અહી આવવું, તને બચવાના અથાગ પ્રયત્નોનો થાક સાથે વર્ષોથી હૃદયમાં મૃતપ્રાય બનીને પડેલી યાદોને ફરી જીવી લેવાનો અસહ્ય થાક લાગ્યો હતો. આજના દિવસે તેને શારીરિક અને માનસિક બંને રીતે ખૂબ થકવી મૂકેલો! પોતાની ચેરને લાંબી કરીને તેને જરીક વાર નાખો બંધ કરી ત્યારે તેને પહેલા પ્રેમનો ઈજહાર થયો હતો એ દિવસ યાદ આવી ગયો...

. વર્ષો પહેલા લાવણ્યાને પહેલો પ્રેમ પત્ર આપીને આવ્યા બાદ તેને આખી રાત જાગીને વિતાવી હતી. લાવણ્યાનો ઉત્તર શું હશે તે વિચારે સુઈ નહોતો શક્યો. બીજે દિવસે સવારે ફોનની રિંગ વાગતા ફોન લેવા દોડ્યો હતો.  સામે છેડે લાવણ્યા હતી. દિલ જોરથી ધડકતું હતું. લાવણ્યા બોલી," તારા રિપોર્ટસ મેં જોઈ લીધા છે. ડોક્ટર સાહેબને દવાની સખ્ત જરૂર છે. આજે સાંજે મને ડિનર પર મળજે. ત્યાં તારી ટ્રીટમેન્ટ વિષે વાત કરીશું.." આશુતોષનું મન લાવણ્યામય બની ગયું. જલ્દી સાંજ પડે તેની રાહ જોવા લાગ્યો હતો!!

એ સાંજને યાદ કરતાં ક્યારે આંખ લાગી ગઈ તેની ખબર જ ન પડી થોડી મિનિટોમાં તે ઘસઘસાટ સૂઈ ગયો!.

     વહેલી સવારે ફોનની ઘંટડી વાગતા એ જાગ્યો. સામે છેડે પ્રેરણા હતી. બોલી," આશુતોષ, જલ્દી ન્યુસ જો! આ ટી.વી. ચેનલો કઈ નવી જ સ્ટોરી લઈ આવ્યા છે!! આશુતોષ ફોન મૂકીને હોસ્પિટલના કોમન રૂમમાં ટી.વી જોવા દોડ્યો!!

 (ક્રમશ:)

-તની

https://www.vichardhara.net/2024/05/6-golden-pen-award-winner-story.html

read part 6 here

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક