નવલકથા - જીવનસંચય ભાગ 4 ( Golden Pen award winner story )

 આશુતોષ પોતાની કેબિનમાં બેસીને લાવણ્યા સાથે ની મિત્રતાના દિવસોને યાદ કરતાં   તેના પહેલા નાટક ની  સ્મૃતિ માં પહોંચી ગયો હતો. જ્યારે તેણે પહેલી વાર લાવણ્યા  માટે પ્રેમ અનુભવ્યો હતો..ત્યાં જ નર્સે આશુતોષ ને જણાવ્યું કે લાવણ્યા  ને શ્વાસ લેવા તકલીફ થાય છે એ સાંભળી આશુતોષ I.C.U તરફ દોડ્યો. હવે આગળ વાંચો...

   ઓપરેશન બાદ દર્દીઓમાં શ્વાસ ઉપર નીચે થવા એ સમાન્ય બાબત હોવા છતાય I.C.U તરફ ઉતાવળે દોડી આવતા આશુતોષને જોઈને પ્રેરણા ને થોડુક અજુગતું લાગ્યું પરંતુ અત્યારે એ માટે સમય ક્યાં હતો. બને એ લાવણ્યા ને તાત્કાલિક સારવાર આપી દીધી. થોડાક સમય બાદ  લાવણ્યાં ની હાલત સ્થિર થઈ. આશુતોષ ને નિરાંત થઈ. તેણે રાહતનો શ્વાસ લીધો. થોડીક વાર અપલક નજરોથી લાવણ્yયા  ને નીરખી રહ્યો પછી નર્સ ને જરૂરી સૂચનો આપીને I..C.U માંથી બહાર આવીને ત્યાંના સોફા પર બેઠો. 

પ્રેરણા કોફી લઈને આવી, બોલી, " તું આજનો દિવસ અહીં જ રહેવાનો છે? તો કેન્ટીન જઈને થોડું ખાઈ લઈએ.  તે સવારથી કઈ ખાધું નથી." 

આશુતોષે કોફીની ચૂસકી લેતા કહ્યું," મને કઈ ખાસ ભૂખ નથી. હું પછી ઓડૅર કરી લઈશ. તારી ડયૂટી પૂરી થઈ ગઈ છે ને.! તું ઘરે જા!? "

 પ્રેરણા બોલી, " શું! તને આમ અહીં છોડીને હું ઘરે જઈ શકું? આજે હું પણ અહીં જ રહીશ. " 

આશુતોષ બોલ્યો, "કેમ મને વળી શું થયું છે! હું ઠીક છુ. કાલે સવારે તારે સર્જરી કરવાની  છે, તારે આરામ કરવા જવું જોઈએ. મને કાલે ' ડે ઑફ ' છે એથી હું આજે રાતે અહીંયા જ રહીશ . VIP કેસ છે, કઈક થશે તો તો મીડિયા બબાલ કરી મૂકશે."

પ્રેરણા બોલી, આશતોષ તું વળી મીડિયાની ચિંતા ક્યારથી કરતો થઈ ગયો! બિન્દાસ બેફિકર ડો. આશું તોષ મીડિયાથી ડરીને અહી બેસી રહે, એ વાતબીજા બધા માની પણ લે હું નથી માનતી. છતાય હું તને  આજે અહી એકલો રહવા દઇશ કારણ આજે તારું મન બેચેન છે, તને  એકલતાની જરૂર છે. ટેક યોર ટાઈમ આપણે પછી વાત કરીશું.”

થેંક્સ આ લોટ પ્રેરણા ..આ ઇ રિયલી નીડ સમ સ્પેસ!’ આશુતોષ બોલ્યો. 

આશુતોષ ને તેની કોફી અને તેની બેચેની સાથે એકલો રહેવા દઈને પ્રેરણા ઘરે જવા નીકળી.

આશુતોષ ત્યાં બેસીને કાચમાંથી લાવણ્યાને જોઈ રહ્યો. એક પછી એક કોફી પૂરી થતી હતી. આશુતોષ ત્યાંથી ખસી શક્યો નહીં. કાશ! એની આંખો ખુલે અને તેને કદાચ મારી જરૂર પડે. એ વિચારે ત્યાં બેસી રહ્યો. આ કરુણ અકસ્માતથી લાગેલા ઘા તેને કેટલું દર્દ આપી રહ્યા હશે તેની કલ્પના પણ એ નહોતો કરી શકતો નહોતો. ફૂલોથી કોમળ લાવણ્યા આટલું દર્દ કેમ સહન કરી શકશે! એ વિચારે મન  ઉદાસ થઇ ગયું. એક પળ તે અહીંથી ખસવા નહોતો માંગતો. લાવ્ણ્યાની પાસે રાખેલું ECG મશીન બતાવી રહ્યું હતું કે તે હવે ' સ્ટેબલ ' છે. છતાંય ત્યાં જ બેસીને તે લાવણ્યાના હૃદયને ધબકતું જોઈ રહ્યો. 

વર્ષો પહેલા એ દિવસ આશુતોષનું હૃદય પણ જોરથી ધડકી રહ્યું હતું., જ્યારે એણે લાવણ્યાને પહેલો પ્રેમ પત્ર આપેલો...


    આશુતોષે જ્યારથી લાવણ્યાને  રંગમંચ પર જોઈ હતી ત્યારથી આશુતોષના હૃદયમાં લાવણ્યા માટે  કોઈ અલગ લાગણીઓ જન્મી ચૂકી હતી. એ લાગણીઓ પ્રેમની છે એ ધીરે ધીરે આશુંતોષ સમજી ચૂક્યો હતો. પહેલા પ્રેમની અનુભૂતિ એના દીલને કઈ નવો જ ઉમંગ ભરી ગઈ હતી . જેથી એના દિલની બેચેની વધી રહી હતી. લાવણ્યા ની નજીક જવા એમએન બહાવરું  બનતું જતું હતું. એને મળ્યા વિના દીલને ચેન નહોતું પડતું. જ્યારે મળતો ત્યારે માત્ર તને જોયા કરતો હતો. દિલની લાગણીઓને કહેવાની હિંમત કરી શકતો નહોતો.

આખરે એક દિવસ એને દિલની મૂંઝવણ ણે શબ્દો આપી જ દીધા. એક કોરા કાગળ પર પોતાની લાગણીઓ ને ઉતારી જ દીધી. ન તો એ કવિ હતો કે ન લેખક શબ્દો મળતા જ નહોતા એથી સાવ સરળ અને  સાદી ભાષામાં પત્ર લખીને પોતાની લાગણીઓ પત્ર માં ઠાલવી દીધી. તેણે પત્રમાં સાફ લખી દીધું હતું કે હવે હું તને એક મિત્રથી વધારે માનવા લાગ્યો છુ. સાથે એ પણ લખી નાખ્યું. એ જાણતો હતો કે પ્રેમને દિલમાં કયારેય ન રાખવો જોઈએ. વ્યક્ત કરી દેવો જોઈએ. એથી પત્ર લખી નાખ્યો. શું તું મારી લાગણી કબૂલીશ ?

એટલું લખીને પત્ર પરબીડિયમાં મૂકી રહ્યો હતો ત્યારે એને વિચાર આવ્યો કે  જો એ પણ તેના માટે એ જ લાગણી અનુભવતી હશે તો...જીવન સ્વર્ગ બની જશે પરંતુ, જો ના અનુભવતી હોય તો....એ વિચારે બે ઘડી અટકી ગયો.તો હું ક્યાંક એની મિત્રતા તો ખોઈ તો નહિ બેસું ને! એવો ભય પણ લાગ્યો. છત્તાંય હિંમત કરીને એ પત્ર લઈને લાવણ્યાને આપવા નીકળ્યો. 

    લાવણ્યા એ રાત્રે પોતના નાટકની સફળતાની પાર્ટીમાંથી ઘરે પાછી ફરી રહી હતી ત્યારે, આશુતોષ સોસાઈટીના ગાર્ડનમાં બેસીને તેની રાહ જોઈ રહ્યો હતો. બ્લેક સાડીમાં તે અપ્સરા જેવી લાગતી હતી. તેના રૂપને જોતો જ રહી ગયો! આંખો પલકારો મારવાનું પણ ચુકી ગઈ! 

લાવણ્યા બોલી, " શું વાત છે! આજે ડૉક્ટર સાહેબ ગાર્ડનમાં! હોસ્પિટલમાં તને કઈ કામ નથી? " 

આશુતોષ બોલ્યો, " શું કરું.! કામ તો આજકાલ કઈ સુઝતું જ નથી! ડૉક્ટર બીમાર છે! લાવણ્યા, એ બીમારીનો ઈલાજ કદાચ તારી પાસે હોય તો જણાવજે !’

લાવણ્યા બોલી, " એવું તને શું થયું છે ? વાત તો કર. મને ડર લાગે છે! " 

આશુતોષે પત્રનું પરબીડિયું આપી કહ્યું, " આમા રિપોર્ટસ છે. વાંચી લેજે! તું સમજ"

" હું કઈ ડોક્ટર થોડી છુ કે રિપોર્ટ વાંચી શકું? મને સમજ નહીં પડે!"

" તું આ વાંચજે! તને બધુ સમજાઈ જશે!’ આટલી બોલી આશુતોષ ઉતાવળે મકાનના પગથિયાં ચડી ગયો. પાછળ ફરીને લાવણ્યા સામે જોવાની હિંમત પણ ન કરી શક્યો હતો. એ ઘડીએ એનું હૈયું જોરથી ધબકતું હતું.            આજે પણ  લાવણ્યાના શ્વાશ થોડી  વાર માટે ઉપર નીચે થયા હતા ત્યારે પણ હૈયું આમ જ ધબકી ગયું હતું ...શું આજેય એ પ્રેમ હૈયાના કોઈ ખૂણે ટૂંટિયું વાળીને પડયો છે ખરો ?’ આશતોષ એ પ્રશ્ન નો જવાબ ખુદ ને આપી ન શક્યો!!

  ત્યાં પાછળથી નર્સે તેને બોલાવ્યો. " સર , પેશન્ટના મમ્મી આવ્યા છે. પણ મિડીયા વાળાઓએ તેમને બહાર સવાલો પૂછીને રોકી લીધા છે. તેઓ ખૂબ ડરી ગયા છે. તેઓ ભીડમથી બહાર આવી શકતા નથી.પણ કદાચ તમે બહાર જશો તો તેમને અંદર લાવી શકશે . આ ભીડ માત્ર તમારું જ સાંભળશે એવું લાગે છે!’


   આશુતોષે બહાર જવા કદમ ઉપાડ્યા....આજે ઘણા વર્ષો બાદ કાંદબરી આન્ટીને મળવાનું થશે! એ પણ આવા સંજોગોમાં આશુતોષ વિચારી રહ્યો ...!!

ક્રમશ:

_ તની

https://www.vichardhara.net/2023/09/5-golden-pen-winner-story.html

read part 5 here

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક