નવલકથા-જીવન સંચય 5 ( Golden Pen Winner story )
લાવણ્યાની હાલત જોઈને આશુતોષ ના હૃદયને દર્દ સતાવી રહ્યું હતું. એ દર્દ તે પ્રેરણા સાથે પણ વહેચી શક્યો નહીં. પ્રેરણના ગયા બાદ તે I.C.U ની બહાર બેસીને એ દિવસની યાદ માં ખોવાઈ ગયો જ્યારે તેણે લાવણ્યા ને એક પત્ર લખીને પોતાન હૃદયની વાત કહી દીધી હતી. એ દિવસની સ્મૃતિમાં વિક્ષેપ પાડતાં નર્સે કહ્યું હતું કે દર્દીના મમ્મી આવ્યા છે. તેઓને અંદર આવતા પહેલા મીડિયા વાળા એ રોકી લીધા છે. આશુતોષ કાદમ્બરી આંટીને લેવા બહાર ગયો ! હવે આગળ વાંચો .... આશુતોષ ના બહાર આવતા જ મીડિયા વાળા આશુતોષ તરફ દોડ્યા! આશુતોષ એ ભીડને ચીરતો સીધો કાદમ્બરી આંટી પાસે જવા લાગ્યો. લાવણ્યાની તબિયત વિષે પૂછાતા અનેક પ્રશ્નના જવાબ આપ્યા વિના આશુતોષ સીધો કાદમ્બરી આંટી તરફ ગયો ! કેટલા વર્ષે તેઓને જોયા હતા. તેમનો કરચલી વાળો સૌમ્ય ચહેરો જોતાં જ આશતોષના હૈયે લાગણી ઉભરાઇ ગઈ. સફેદ વાળમાં બાંધેલો અંબોડો , કથાઈ રંગની કડક સાડી , આખો પર ગોળ ફ્રેમના ચશ્મા! સંપૂર્ણ સાદગીમાં તેઓનું વ્યક્તિત્વ હજીયે પહેલા જેવુ સૌમ્ય દેખાઈ રહ્યું હતું. આટલી પ્રસિધ્ધ ફિલ્મ અભિનેત્રી ની માતા માં આટલી...