બીજી તક

 

     રૂચિતા એટલે ઓફીસની જાન! બોસ પણ એના વિના કોઈ નિર્ણય ના લઇ શકે!! રૂચિતા 'નીરમ એડવેરટાઇસિંગ' કંપનીની માર્કેટિંગ મેનેજર, બધું જ કામ સરસ રીતે સંભાળતી. કોઈપણ કામ હોય પૂરતો સમય આપતી! કયારેક ઘરે પહોંચતા ખુબજ મોડું થઇ જતું ત્યારે

 સુબોધ નારાજ થઇ જતો કહેતો," આટલું કામ ના કર, પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફને બેલેન્સ કરવું જરૂરી છે" .

 રૂચિતા કેહતી," થોડો સમય છે આ કોન્ટ્રાક્ટ પૂરો થઇ જશે પછી હું એક બ્રેક લઈશ ."

રૂચિતા અને સુબોધના લગ્નને ૩ વર્ષ થઇ ગયેલા. સુબોધ શહેરની નામાંકિત કોલેજમાં અધ્યાપક હતો. સમયસર ઘરે આવી જતો . રૂચિતાના કામનાં કોઈ ઠેકાણાં જ નહિ એટલે કયારેક નારાજ થઇ જતો. રૂચિતાએ લગ્ન પેહલા જ સુબોધને કહેલું કે," હું મારી કારકિર્દી પ્રત્યે ચોક્કસ છું મને મારા કામની સ્વંતત્રતા લગ્ન પછી પણ જોઈશે" . 

સુબોધે કહેલું ," મને એમાં કોઈ આપદા નથી. મને તારી નિખાલસતા અને તારી પ્રતિભા સાથે પ્રેમ થઇ ગયો છે. આપણે બંને લગ્ન પછી પણ આપણી કારકિર્દીને પૂરતો સમય આપીશું. એમાંથી જેટલો સમય વધશે તે એકબીજાને આપીશું . મને તારા કામથી કોઈ જ વાંધો નથી ". .

   સુબોધ રૂચિતા પાછળ દીવાનો બની ગયેલો એની બધી જ વાત માનવા તૈયાર હતો . રૂચિતાને પણ સુબોધ ખુબ ગમ્યો હતો. તેની સાથે સમય વ્યતીત કરવો,, એની આંખોમાં પોતાના પ્રત્યેના પ્રેમને જોવો એને ગમતો. સુબોધનું વ્યક્તિત્વ મોહક હતું. એના મજબૂત ખભા પર માથું મૂકી. રુચિતા બધી ચિંતા ભૂલી જતી..આખરે બંનેએ લગ્ન કરી લીધા .બંને એકબીજાને કામ કરવાની સ્વતંત્રતા આપતા. ઘરમાં નોકરચાકર હતા. જીવન ખુશીથી પસાર થતું. બંને એકબીજાને ખાસ સમય આપી નહોતા શકતા  પરંતુ, કયારેક નાની રજાઓ લઇને કશેક ફરી આવતાં. થોડા દિવસોમાં એકબીજાનું સાનિધ્ય ભરપૂર માણીને ફરીથી કામમાં પરોવાઈ જતાં!

  હવે સુબોધ કોલેજમાં સિનિયર લેકચરર બની ગયો હતો. કામનો બોજ સંભાળવા આસિસ્ટન્ટ પ્રોફેસર રહેતા એટલે નવરાશ મળી રહેતી. રૂચિતા એ પોતાની કાબેલિયતથી કંપનીમાં સારું પદ મેળવી લીધું હતું . એના ઉપર લગભગ બધી જ જવાબદારી આવી ગઈ હતી એટલે નવરાશ નહોતી મળતી.  સુબોધ કંટાળી જતો.  કયારેક નારાજ. પણ થઇ જતો! રૂચિતા કામમાં ગળાડૂબ રહેતી ત્યારે એને. સુબોધને સમય ના આપી શકવાનું દુઃખ પણ રહેતું .

     એક દિવસ એની એક ખાસ સખી મારફત રૂચિતાને જાણવા મળ્યું કે સુબોધ એની જ કોલેજની એક સહઅધ્યાપિકાની સાથે બહાર ફરતો જોવા મળ્યો હતો . એ સમયે રૂચિતાએ વાત હસીને કાઢી નાખી હતી એને સુબોધ પર ખૂબ વિષવાશ હતો. ધીરેધીરે સુબોધનું વર્તન બદલાતું જતું હતું. હવે રૂચિતાને પણ થોડો શક થતો . આખરે એકવાર એ શક હકીકત બની જ ગયો અને રુચિતનો વિશ્વાશ હારી ગયો. એ દિવસે સુબોધ   અને એની સ્ત્રીમિત્ર ઋજુતા  હાથમાં હાથ પરોવીને એક કોફીશોપમાં બેઠા હતા  રૂચિતાની અહીં 'કલાઇન્ટ' સાથે મિટિંગ હતી .સુબોધ અને રૂચિતાની આંખો એક થઇ .રૂચિતા કઈ બોલે એ પેહલા સુબોધ ત્યાંથી નીકળી ગયો.  રૂચિતા જેમતેમ કરીને મિટિંગ પતાવીને ઘરે પહોચી! સુબોધ ઘરે જ હતો બંને વચ્ચે થોડી ઉગ્ર બોલાચાલી થઈ.  રૂચિતા એ કહ્યું ,' હવે આપણી વચ્ચે વાત કરવા જેવું કશું રહ્યું નથી . હું આ ઘર છોડીને જાવ છું ." રૂચિતા થોડીવારમાં પોતાનો સામાન લઇ ચાલી નીકળી.

 રુચિતા એ થોડા દિવસ બાદ  કોર્ટમાં છૂટાછેડાની અરજી પણ કરી દીધી . સુબોધની સાથેના સંપર્ક કાપી નાખ્યા. ઓફીસમાં અરજી કરી પોતાનું ટ્રાન્સફર બીજા શહેરમાં કરાવી લીધું . બંનેને મળવાનું નહિવત્ બનતું . રૂચિતાએ પોતાની જાતને કામમાં એટલી વ્યસ્ત કરી દીધી કે સુબોધ વિશે વિચારવાનો સમય જ ન રહે!

   આજે '૧૫ ડિસેમ્બર' એની અને સુબોધની ' વેડિંગ એનિવર્સરી' હતી. રુચિતા સવારથી ઉદાસ હતી . સુબોધની યાદથી આંખોમાં આંસુ પણ ઉભરાયા હતા . અચાનક દરવાજે ટકોરા થયા. દરવાજાની સામે  ફૂલોનો ગુલદસ્તો લઈને સુબોધ ઉભો હતો. તેણે અંદર આવીને રૂચિતાને શુભકામનાઓ આપી અને એકવાર આજના દિવસે પોતાની વાત કહેવાની  તક માંગી . રૂચિતા ઈન્કાર ન કરી શકી .

 સુબોધે પોતાના એના ઋજુતાના સબંધો વિષે વાત કરતાં કહ્યું " તું હંમેશાકામમાં વ્યસ્ત રહેતી . મને એકલતા સલતી.  એ સમયે ઋજુતા મારા જીવનમાં આવી એની પાસે મારા માટે ખૂબ સમય હતો. મએથી ધીરે ધીરે  હું ઋજુતા તરફ વધુ ખેંચાયો હતો એ સમયે બીએસ મારે તારાથી બદલો લેવો હતો સાચું કહું એ પ્રેમ નહોતો માત્ર ક્ષણિક આકર્ષણ હતું. હું મારી ભૂલ કબૂલ  કરું છું.તારા ગયા પછી મને ખૂબ પાસટવો થયો હતો એ દિવસ પછી હું કયારેય ઋજુતાને મળ્યો નથી . હું પ્રેમ ફક્ત તને જ કરું છું . તારા વિના જીવન ઉદાસીન છે .. મને માફ કરી ને એક બીજી તક આપ. આપણે ફરીથી એક થઇ જઇયે  જીવનને ફરી નવપલ્લવિત કરી દઈએ..આજના દિવસે જ આપણે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયેલા, આજે ફરીથી નવા જીવનની શરૂઆત કરીયે...." 

રૂચિતા બોલી ," હું તને માફ કરી દઈશ. બીજી તક પણ આપીશ. પરંતુ તું મારા એક સવાલનો જવાબ આપ. જો તું તારા કામમાં વ્યસ્ત રહેતો હોત અને હું કોઈ બીજા પુરુષ પ્રત્યે ખેંચાઈ ગઈ હોત તો.. તું મને બીજી તક આપત ?"   ..સુબોધ આ પ્રશ્ર્નનો ઉત્તર આપી ના શક્યો, ત્યથી સડસડાટ બાહર નીકળી ગયો!!

 

  વાચકમિત્રો , સમાજમાં કેટલીયે પત્નીઓ પોતાના પતિની આવી ભૂલને માફ કરી દેતી હોય છે .  ક્યારેક આવા અનૈતિક સબંધોની  સામે આંખ આડા કાન કરીને પળે પળે મરતી હોય છે . સમાજ સ્ત્રીની પાસેથી આવી સમજદારી અને બલિદાનની આશા પણ રાખે છે . પરંતુ શું પુરુષો પાસેથી આવી અપેક્ષા રાખી શકાય ? જો તેઓ આવી સમજદારી અપનાવે તો પણ શું સમાજ એનો સ્વીકાર કરશે ?શું બીજી તકનો અધિકાર સુબોધને જ છે ? રૂચિતાને નહિ ??

-તમારૂં શું માનવું છે?

-તની

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો