માતૃદિને એક અરજ ....

    કાશ! સમય  ના ચક્ર ને ઊંધું ફેરવી લેવાતું હોત!   તો આજથી થોડાક વર્ષો પાછળ ચાલી જવું છે!  આજે એક એ સમયમાં પાછા જવું છે જ્યારે હું માત્ર એક દીકરી જ હતી.  જ્યારે એક પત્ની કે વહુ કે ભાભી કે માતા તરીકેની કોઈ જ જવાબદારી મારા શિરે નહોતી. માત્ર એક જ લાગણી ભર્યો સંબંધ નિભાવવો છે , મારે માત્ર મારી મમ્મીની વહાલસોયી દીકરી બનવું છે!!.

   એક દીકરી ના હાથમાં મીંઢળ બાંધી માતા પિતા જયારે સાસરે વળાવે છે ત્યારે તેમની એક આંખ આંસુ સારે છે જ્યારે બીજી આંખ  દીકરી ના ફરી ઘરે આવવાની આશામાં રાહ જોતી રહે છે. એ દીકરી જે આજ સુધી માત્ર નાનકડી દીકરી હતી એને ખભે અચાનક અનેક  જવાબદારી આવી જાય છે. આવું જ કઈક આજથી વર્ષો પહેલા મારી સાથે પણ બન્યું હતું।. લગ્ન  બાદ એક પત્ની, મારા વહુ અને બીજા અનેક સંબંધોની જવાબદારી આવી ગઈ એ બધી પૂરી કરવાની હોડમાં એક દીકરી બનાવનું ભુલાઈ જ ગયું!!

   રોજ બરોજના કામ, પતિની નોકરી સાથે બદલાતા ઘર, બાળકો ના ઉછેર આ બધી ઘટમાળમાં પિયર જવાની ફુરસત જ નહોતી મળતી. પ્રસંગોપાત ક્યારેક જવાનું થતું ત્યારે પન મમ્મી સાથે નિરાંતે બેસવાનો સમય જ નહોતો મળતો!

     શોપિંગ,   બાળકોના કામ  અને મારો વધારાનો આરામ ! આ બધામાં પિયર રહેવાનો સામ્ય પૂરો જ થઈ જતો!. મમ્મી  કહેતી,’ બેટા બેસ ને! મારી આપણે વાતો કરીશું પણ મારી પાસે સેમી જ ક્યાં હતો! હું કહેતી, “કાલે બેસીસ આજે આરામ કરવા ડે ને ! કાળ આવતી એ પહેલા ફરી સાસરે જવાનો સમય થઇ જતો. મારી વૃદ્ધ થતી મમી મારા ફરી આવાની રાહ જોતી રહેતી.

   આમ વરસો વીતતા રહ્યા ! એક દિવસ ભાઈ નો ફોન આવ્યો, “ બેન જલદી ઘરે આવી જા! મમ્મીની  તબિયત સારી નથી." મેં પિયર ભણી દોટ મૂકી..રસ્તામાં મનમાં વિચારતી રહી,, હવે તો મમ્મી સાજી થઈ જાય  ત્યાં સુધી પિયરમાં જ રહેવું છે! મમ્મીની સાથે જ રહેવું છે।નાનપણમાં  જેમ એ મારી પાસે બેસી વાતો કરતી હતી એમ હું પણ કરીશ. આમ વિચારતી. હું ઘરે પહોંચી....

 ઘરે પહોચી ત્યારે .....મારી મમ્મી  જમીન  પર સૂતી હતી. મેં  બરાડી ને કહ્યું ,"મમ્મી ઉઠને મને તારી સાથે બેસવું છે, મારી પાસે આજે ઘણી ફુરસત છે ચાલ ને આપણે વાતો કરીયે." ...પરંતુ એ દિવસે મમ્મી પાસે  પાસે ફુરસત નહોતી ...મેં બહુ કાલાવાલા કરીને અને જગાડી  પણ એ  ન જ ઉઠી.!!

કાશ આજના દિને થોડીક પળો ભૂતકાલમાં પાછું જવા મળે તો ॥ મમ્મીના ના ખોળા માં માથું મૂકી સૂતા સૂતા ખૂબ વાતો કરી લેવી છે ...મારે ફરી દીકરી બની જવું છે !!

વાચક મિત્રો, સમય નું ચક્ર હકીકતમાં ક્યારેય ઊંધુ ફરતું નથી. જો તમારી માતા આજે હયાત હોય તો બધી જવાબદારીઓ વિસરીને એની સાથે સમય વ્યતીત કરી લેજો...કારણ, કાલ કેવી હશે કોઈ નથી જાણતું...!!

-તની

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક