#નવલકથા- જીવનસંચય ભાગ 3 (golden pen award winner story )

 લાવણ્ય ના ઓપરેશન બાદ આશુતોષ ના બદલાયેલા વર્તન થી પ્રેરણા ચિંતા માં હતી પરંતુ, આશુતોષ  અત્યારે પ્રેરણા સાથે વાત કરવા માંગતો  નહોતો. એનું મન ભૂતકાળ ની યાદો થી બહાર આવવા જ માંગતુ નહોતું.. હવે આગળ વાંચો

  આશુતોષ નુ મન આજે ભૂતકાળમાં સરી ગયું હતું. લાવણ્યા સાથે વિતાવેલી પળો આજે ફરી જીવંત થઈ રહી હતી. તેમની બાળપણની નિર્દોષ મિત્રતા યુવાનીમાં પ્રવેશ્યા બાદ પરિપક્વ બની હતી..બને  પોતના જીવનને ઘડવાની દિશામાં એકબીજાથી દૂર થયા હતા છતાય મૈત્રી તો અકબંધ જ રહી હતી. લાવણ્યા  એ મૂંબઈમાં જ રહીને આર્ટ્સ કોલેજમાં અભ્યાસ શરૂ કરેલો ને પોતે મુંબઈથી દૂર આવેલી મેડિકલ કોલેજમાં ભણવા ચાલ્યો ગયો હતો. જયારે રજાઓમાં ઘરે આવતો ત્યારે બંને  મિત્રો અચૂક મળતા. પોતાની આદત મુજબ લાવણ્યા કલાકો સુધી વાતો કરતી અને આશતોષ એને સાંભળતો રહેતો. લગભગ આખું વેકેશન  બને સાથે જ ગાળતા. વેકશન પૂરું થતાં ફરી આશતોષ ચાલ્યો જતો ને બને ફરી પોતાના રોજિંદા જીવનમાં પરોવાઈ  જતાં.

   આ સમય દરમ્યાન લાવણ્યા ના પરિવારને માથે આભ તૂટી પડ્યું.  લાવણ્યા ના પિતાને એક અકસ્માત નડયો. દુર્ભાગ્યની વાત એ હતી કે તેમને જે હોપિટલમાં દાખલ કરાયા હતા ત્યાં કોઈ નિષ્ણાત સર્જન એ સમયે હાજર નહોતા વળી ઓપરેશન ની  બધી જ સુવિધાઓ પણ નહોતી. તાત્કાલિક ઓપરેશન  ની જરૂર હતી. એમાંને બીજી હોસ્પીટલમાં ખસેડવામાં  આવ્યા એ સમય દરમ્યાન તેમનું  નિધન થઈ ગયું. એ સમયે આશતોષ હોસ્ટેલમાં  હતો. આ સમાચાર મળતા  જ પોતાની સખીને સાંત્વના આપવા તરત દોડી આવ્યો હતો. અંકલના મૃત્યુ નું કારણ જાણી તેને ખૂબ દુખ થયું હતું॰ એ દિવસ આશુતોષે મનમાં નક્કી કરી જ લીધું હતું કે હું એક સર્જન બનીશ અને આધુનિક સગવડ વળી એક એવી હોસ્પિટલ ઊભી કરીશ જ્યાં દર્દીઓ ને મોતના મુખ માથી ઉગેરી શકાય. હું કોઈને આ રીતે અકાળે નહીં મરવા દઉં.

   ચોધાર આંસુ એ રડતી લાવણ્યા ને જોઈને તેનું હૈયું પણ રડી ઉઠ્યું હતું. આશતોષે લાવણ્યા ને સંભાળી લીધી હતી એને તેની મમ્મીએ કાદમ્બરી આંટી., લાવન્યાના મમ્મીને!. તેમના પરિવારના લોકો આશ્વશનના બે શબ્દો બોલીને ચાલ્યા ગયા હતા પરંતુ, નિરાધાર બનેલી માં- દીકરીને સાથ આપવા વાળું કોઈ જ નહોતું. એ સમયે આશતોષના પરિવારે માં દીકરને સાથ આપ્યો હતો. લાવણ્યા એ ફરી કોલેજ જોઇન કરી અને  કાદમ્બરી આંટી એ ફરી ઓફિસે જવાનું શરૂ કર્યું ત્યા સુધી આશતોષનો પરિવાર સતત તેમની પડખે રહ્યો હતો. હોસ્ટેલમાં પરત ફર્યા  બાદ પણ આશુતોષ  રોજ સમય કાઢીને પોતાની સખીને ફોન કરી હીમત આપતો રહેતો હતો. સમય જતાં લાવણ્યા દર્દના ઓછાયા માથી બાહર આવીને ફરી પોતના ધ્યેય  તરફ વળી  હતી  અને આશતોષ પોતાના  અભ્યાસ માં પરોવાયો હતો!

   સમય વિતતો ગયો હતો. એ સમયે આશતોષ  MBBS નું છેલ્લું વર્ષ પૂર્ણ કરી રજાઓમાં ઘરે આવ્યો હતો. એ સાંજે લાવણ્યા ઘરે આવી હતી. તેને પોતાના પહેલાં નાટકની ટિકિટ આપી કહ્યું," ડોક્ટર આશુતોષ, મારું નાટક જોવા આવશો? " ત્યારે પોતે કહ્યું હતું ડો. આશુતોષ બનવાને હજી વાર છે, રિજલ્ટ તો આવી જવા દે! બીજા બધા માટે હું  ડો. આશુતોષ બની જઈશ પણ તારા માટે તો તારો આશુ જ ઠીક છુ. સમજી!’

એ હસીને બોલી હતી,” એ તો તું પ્રાણીઓનો ડોક્ટર બનવાનો છે. પ્રાણીઓ તો મૂંગા હોય તને ડોક્ટર સાહેબ ક્યાથી કહેશે ! એટલે તારા પર દયા ખાઈને મે તને ડોક્ટર સાહેબ કહી દીધું !’

પોતે હસીને બોલ્યો હતો ‘”એ તો મારે પ્રાણીઓના જ ડોકટર બનવું પડે ને! તો જ તો તારો ઈલાજ તો જ કરી શકું ને મારી બંદરીયા ‘

એ સમયે નારાજ થયેલી લાવણ્યા મો ફુલાવીને તેને મારવા દોડી હતી તેને આખી સોસાઈટીમાં તેની પાછળ દોડી હતી.તોયે પોતે પકડાયો નહોતો.....એ દિવસ યાદ આવતા આશુતોષના મુખ પર આજેય  ખુશીની લહેરખી પ્રસરી રહી.!

    બીજી સાંજે પોતે પહેલી હરોળમાં બેસીને લાવણ્યા નું  નાટક જોયું હતું. દરેક સીન પર તાળીઓ પાડીને તેણે આખો સભાગૃહ ગજવી મુકેલો. નાટકના નાયકની જગ્યાએ પોતાના હોવાની કલ્પના અને ગમવા લાગી હતી એને કલ્પનામાં પ્રેમની મનોરમ્ય દુનિયા રચી દીધી હતી. જેમાં તે અને લાવણ્યા જ હતા. કેટલી સુંદર હતી એ દુનિયા! અપ્સરા સમી સુંદર લાવણ્યા ના હાથમાં હાથ પરોવીને ચાલવાની કલ્પના માં ખોવાઈ ગયો હતો.  એ નાટકમાં જ્યારે ચંચળ લાવણ્યા એ એક વિરહિણી  પ્રેમિકાનું પત્ર ભજવીને પ્રેક્ષકોની આંખોને આંસુથી ભરી દીધી હતી ત્યારે પોતે એની અદાકારી પર ખુશખુશાલ થઈ ગયો હતો અને શાંત સભાગૃહમાં જોરથી તાલીઓનો ગડગડાટ કરી મૂકેલો!.

    નાટકમાં દરેક દ્ર્શ્યને તેને મન ભરીને માણ્યું હતું. જ્યારે નાટક પૂરું થવાની ઘોષણા થઇ ત્યારે એક મીઠી લાગણીએ તેને ઘેરી લીધો હતો. એ દિવસે એના દિલમાં સખી લાવણ્યા  માટે કોઈ અલગ લાગણી એ જન્મ લઈ લીધો હતો. લાવણ્યા  માટે એનું દિલ કઈક અલગ અનુભૂતિ કરી રહ્યું હતું, શું આ લાગણીઓ પ્રેમની છે?  તેણે પોતાની જાતને જ  પ્રશ્ન કર્યો. એના હૃદયે કોઈ ઉત્તર આપ્યો નહતો છતાય એ મીઠી લાગણી એના મન ને બેચેન કરી ગઈ હતી.

   નાટક પૂરું થયું પછી લાવણ્યા બધાના અભિવાદન ઝીલવામાં વ્યસ્ત હતી ત્યારે તે પેન અને ડાયરી લઈને તેની પાસ ગયો ને બોલ્યો હતો ," સુપરસ્ટાર લાવણ્યા મેડમ, ઑટોગ્રાફ આપી દો! આવતીકાલે આના માટે પડાપડી થશે." 

લાવણ્યા હસીને બોલી , આ તો પહેલું પરફોમન્સ છે. હજી સુપર સ્ટાર બનવાને વાર છે. બીજા બધા માટે ભલે હું લાવણ્યા  મેડમ બનું પણ તારા માટે તો લાવણ્યા જ ઠીક છું."

એ પછી ડાયરીમાં

to dear Aashu ,

 with lots of  love from Lavnya  

લખીને આપેલું તે ડાયરીનું પાનું આજેય તેના પર્સમાં ગડી  વાળીને પડયું હતું એને પર્સમથી બહાર કાઢીને  નિરખતો હતો ત્યાં જ ....લાવણ્યા પાસે હાજર રહેલી નર્સ નો  ડૉક્ટરનો કોલ આવ્યો,” લાવન્યા મેડમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તમે જલ્દી આવો ...આશુતોષે ICU તરફ દોટ મૂકી!!

(ક્રમશ)

https://www.vichardhara.net/2023/09/4-golden-pen-award-winner-story.html

read part 4 here

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક