નવલકથા - જીવનસંચય ભાગ 2 (golden pen award winner story )

 

જીવન સંચય હોસ્પીટલમાં લાવણ્યા કુમારીના અકસ્માત ને લીધે ભીડ જમા થઈ હતી. ડો.આશુતોષ પોતાની સખીની ઓપરેશન કર્યા બાદ વ્યથિત હતા. છતાય પ્રેરણા ના કહેવા પર મીડિયા અને ફેન્સ ને સ્ટેટમેન્ટ આપવા બહાર આવ્યા ..હવે આગળ વાંચો ...

    આશુતોષે ત્યાં એકઠી થયેલી ભીડને શાંત રહેવા વિનંતી કરી ને બોલ્યો,’ લાવણ્યા કુમારી જીની બધી સારવાર હું અને મારો સ્ટાફ ખૂબ કાળજી થી કરી રહ્યા છીએ. એમાંના શરીરમાં અનેક ઇજાઓ થઈ છે. અમે પહેલું ઓપરેશન કરી ને તેમની મોટાભાગની ઇજાઓની સારવાર કરવામાં સફળ રહ્યા છીએ. તેમને ભાન આવે પછી આગળની સારવાર હાથ ધરીશું. હમણાં તેમની હાલત નાજુક છે. આપ સહુ ઈશ્વરને પ્રાર્થના કરશો કે તેઓ ને જલ્દીથી સ્વસ્થતા આપે. એમની હાલત વિષે મારો સ્ટાફ આપ સહુ ને અપડેટ આપતો રહેશે. આ હોસ્પીટલમાં એમાંના સિવાય બીજા અનેક દર્દીઓ સારવાર લઈ રહયા છે. એમની સ્વ્સ્થતા માટે હું આપ સહુને અહી શાંતિ જાળવી રાખવા ફરી એકવાર વિનંતી કરું છુ.’

  ભીડમાથી એક પત્રકારે પુછ્યું,” શું આટલા ભયંકર અકસ્માત પછી લાવણ્યા કુમારી બચી શકશે?’ એના ઉત્તર માં પ્રેરણાએ પહેલીવાર શાંત અને સૌમ્ય આશુતોષ ને ગુસ્સાથી વાત કરતાં સાંભળ્યો કહ્યુ,’ બચી શકશે એટલે શું ? તમે કહવા શું માંગો છો? એને કહી જ નહીં થાય!’ એ પછી પૂછાયેલા બીજા કોઈ પણ સવાલનો જવાબ આપ્યા વિના આશુતોષ ઉતાવળે હોસ્પીટલમાં ચાલ્યો ગયો. કોઈ એક દર્દી માટે આટલી ચિંતા આશુતોષે ક્યારેય કરી નહોતી. પ્રેરણાને આશુતોષનું આ વર્તન કઈક અજુગતું લાગ્યું. એની સાથે બહાર આવેલા બીજા ડોક્ટરોને મીડિયાએ અનેક પ્રશ્નો પૂછીને રોકી લીધા પરંતુ, પ્રેરણા આશુતોષની પાછળ હોસ્પીટલમાં પરત ફરી.. આશુતોષનું બદલાયેલું વર્તન તેના મનમાં અનેક સવાલો જન્મવી ગયું હતું!

  આશુતોષ ઉતાવળે કેબિનમાં ગયો. પ્રેરણા તેની પાછળ અંદર ગઈ ને બોલી, " શું વાત છે? આજે કેમ આટલો બેચેન દેખાય છે?  મેં તને ક્યારેય આટલો ' ટેન્સડ ' નથી જોયો! કોઈ દર્દી માટે આટલું દર્દ!એ બરાબર છે કે એ મશહૂર અભિનેત્રી છે પણ તું એનો ફેન તો નથી જ! તો આવું કેમ ? કંઈક તો કહે! " 

આશુતોષ બોલ્યો, "પ્રેરણા હું જાણું છુ તું મને મારાથી પણ વધારે તું સમજી શકે છે. મારા મનની વાત તું મરાથી પહેલા જાણી લે છે, એ પણ મને ખબર છે! સાચું કહું ,અત્યારે હું તને કોઈ ખુલાસો આપી શકું એમ નથી કારણ, હું પોતે જ આ બેચનીનું કારણ નથી સમજી શકતો॰. પ્લીસ, મને થોડી વાર એકલો રહેવા દે! હું સ્વસ્થ થઈને તારી સાથે વાત કરીશ! અને હા, લાવણ્યાની દરેક સ્થિતિની જાણકારી મને પહોંચાડતી રહેજે! " આશુતોષને કેબિનમાં એકલો રહેવા દઈને પ્રેરણા ઉદાસ મને બહાર નીકળી.

    પ્રેરણા જીવન સંચય હોસ્પિટલની એક કાબેલ સર્જન હતી. એણે એમ .બી બી એસ.એસ જોઇન કર્યું ત્યારેથી જ એક સર્જન બનવાનું સ્વ્પન સેવ્યું હતું. એનું માનવું હતું કે પીડા આપનાર અંગો ને સર્જરીથી સારા કરી ને દર્દીને જલ્દી રાહત આપી શકતી હોય તો દવાઓ આપીનેશા માટે તેમને નાહકના હેરાન કરવા! તેને સર્જરી પર ખૂબ વિશ્વાસ હતો. એને ટ્રેનીંગ પણ એક એવ  સર્જન પાસેથી લેવી હતી જેની આંગળીઓમાં જાદુ હોય.. એવ  જ ડોક્ટર હતા ડો. આશતોષ, જેમણે ખૂબ જ નાની ઉમરમાં સર્જરીના ક્ષેત્રે નામના મેળવી હતી. તેમના હાથે આજ સુધી એક પણ સર્જરી નિષ્ફળ થઈ નહોતી. 

    આવા કાબેલ ડોક્ટર પાસેથી ઘણું શીખવા મળશે એથી પ્રેરણા પોતાનું શહેર છોડી અહી જીવનસંચયમાં  આવી ગઈ હતી. શરૂમાં તો એને અહી રહેવું બહુ જ કપરું લાગ્યું. આશુતોષ કડક હતો ને વળી શિસ્તનો આગ્રહી, દરેક કામ ચોકસાઇ પૂર્વક કરાવતો.  પ્રેરણા થોડી ઉતાવળી હતી વળી એના કામમાં ચોકસાઇ પણ નહોતી. એથી આશુતોષનું કડક વર્તન તેને ને થોડું ખટકતું. પ્રેરણાને લાંબી વાતો કરવી ગમતી દરેક વાતે હસી ને આનદ કિલ્લોલ કરવો ગમતો. જ્યારે આશુતોષ મિતભાષી ને વળી સાવ ગંભીર પ્રકૃતિનો. લાંબા વર્કિંગ અવર્સમાં એ આશુ તોષ સાથે ખૂબ વાતો કરવા માંગતી પરંતુ, આશતોષ એની લાંબી વાતો સાંભળતો પણ નહીં ને સામે જવાબ પણ આપતો નહીં. બીજા ડોક્ટરો સાથે મજાકમાં એ આશુતોષને ખડુતોષ કહેતી.

 સમય જતાં ધીરે ધીરે તે આશુ તોશ ને સમજવા લાગી હતી. આશુતોષના ગંભીર સ્વભાવ પાછળ એક કોમળ હૃદય છે, એવો તેને વિશ્વાસ થવા લાગ્યો હતો. બહારથી શાંત દેખાતા સાગરની ભીતરમાં એક ભયંકર તોફાન ચાલી રહ્યું છે એ પણ તે સમજી ચુકી હતી. આ સાગરના ઊંડાણમાં તો એ પહોંચી શકી નહોતી. કિનારે બેસી એની સુંદરતા માણવી એને ગમતી હતી. હવે તે આશુતોષનો વિશ્વાસ પામી ચૂકી હતી..તેઓ મિત્ર બની ગયા હતા. આશુતોષના એકલવાયા જીવનની તે એક માત્ર સાથી બની ગઈ હતી. આશુતોષે પોતાના ભૂતકાળ વિષે પ્રેરણાને ક્યારેય કશું કહ્યું નહોતું પરંતુ, વર્તમાન જીવનમાં બનતી બધી વાતો એ તેની સાથે કરવા લાગ્યો હતો. હવે તેની લાંબી વાતોને એ સાંભળવા લાગી ગયો હતો. પ્રેરણા ને. એ  ખૂબ ગમતું. ભલે આશુતોષ બોલે કે ના બોલે એ સાંભળતો એ પ્રેરણાને ગમવા લાગી ગયું હતું॰

  તેમના સંબંધને હોસ્પિટલના બીજા ડોક્ટરો અને સ્ટાફ અનેક નામ આપી ચૂક્યા હતા પરતું, આશુતોષ માટે આ સંબંધ કદાચ એક એક નિર્દોષ મિત્રતા હતો જ્યારે પ્રેરણા માટે આ સંબંધ મિત્રતાથી કઈ વધુ થતો જતો હતો. પ્રેરણાએ પોતાની લાગણીઓ ક્યારેય વહેંચી નહોતી. એ શાંત જળમાં કાંકરી નાખવા નહોતી માંગતી એટલે ચૂપ હતી. આશુતોષ તરફથી એની લાગણીનો પ્રતિસાદ નહોતો તોય એની મિત્રતાથી ખુશ હતી. આજે નહીં તો કાલે એ મારી લાગણીને સમજી લેશે અને સ્વીકારી પણ લેશે એવું પ્રેરણાને સતત લાગતું હતું પરંતુ, આજે આશુતોષની લાવણ્ય માટેની બેચેની જોઈને તેના દીલને એક છુપો ભય સતાવવા લાગી ગયો હતો! કદાચ એના હૃદયમાં  છૂપાયેલા તોફાનનું કારણ આ અભિનેત્રીના જીવનથી સંકળાયેલ તો નહીં હોય! વિચારતી પ્રેરણા ICU તરફ લાવણ્યાને જોવા નીકળી!! 

 મનમાં ચાલી રહેલા અનેક સવાલોના જવાબ માત્ર આશુતોષ પાસે હતા એ પણ જવાબ આપવા તૈયાર નહોતો! અહી કેબિનમાં એકલા પડેલા આશુતોષનું મન ભૂતકાળ માં પહોચી ગયું હતું....

(ક્રમશ)

_તની

https://www.vichardhara.net/2023/05/3.html

read part 3 here

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક