નવલકથા - જીવન સંચય ભાગ 1 (golden pen winner story )

      જીવન સંચય હોસ્પિટલમાં આજે ભારે ધમાલ મચી હતી કારણ આજે અહી એક ભયંકર અકસ્માતનો કેસ આવ્યો હતો. પૂરઝડપે જતી ' હોન્ડા સિટી 'કાર એક  મસમોટી ટ્રક સાથે અથડાઈ હતી. એ ટ્રકમાં લોંખડના સળિયા ભરેલા હતા. જે ગાડીના કાચ તોડીને અંદર ઘુસી ગયા હતા. ગાડીના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલું. પોલીસે સમય ગુમાવ્યા વિના, પાછળ બેઠેલી મહિલાને હાઇ વે ની નજીક આવેલી જીવનસંચય હોસ્પીટલમાં દાખલ કરી હતી. અકસ્માતની ભયાનકતા દરીની હાલત જોઈને સમજી શકાય એમ હતી. એ મહિલાનું  આખું શરીર ગાડીના કાચની કરચોથી ઘાયલ થઈ ગયું હતું.. તેના શરીરના ઘણા ભાગમાંથી સતત લોહી વહી રહ્યું હતું. ખાસ કરીને માથાના ભાગમાં ગંભીર ઇજા થઈ હતી. આ કેસ આવતા જ ગણતરીની મિનિટોમાં હોસ્પિટલના ડિન ડૉક્ટર આશુતોષ ને બોલાવી લેવાયા.. તેમના અનુભવી ડોક્ટરોની ટીમ સાથે તેઓ ઘાયલ મહિલાની સારવાર માટે અંદર પહોચ્યા!. 

   આ જીવનસંચય હોસ્પિટલ માટે એક હાઇ પ્રોફાઇલ કેસ હતો કારણ ઈજા પામેલી મહિલા મશહૂર ફિલ્મ અભિનેત્રી લાવણ્યા કુમારી હતી. તેના અકસ્માતના સમચાર મળતા જ હોસ્પિટલની બહાર મીડિયા અને ચાહકોની ભીડ ઉમટવા લાગી હતી. બધા જ હોસ્પીટલમાં ધસી આવી રહ્યા હતા. આટલા બધા લોકોના આવાજથી હોસ્પિટલની શાંતિ જોખમાઈ શકે એમ હતી. એથી ' સીક્યોરિટિ સ્ટાફ ' ભીડને બહાર રોકી રાખવા જહેમત કરી રહ્યો હતો.

    દર્દીનું તાત્કાલિક ઓપેરેશન કરવું પડે તેમ હતું. એના પરિવાર માથી અહી કોઈ હજી અહી પહોચી શક્યું નહોતું. આવે પણ ક્યાથી! પરિવારના નામે એની પાસે માત્ર એક મમ્મી જ હતી . કદાચ તેમના સુધી આ સમચાર પહોચ્યા પણ ના હોય . પૈસો અને પ્રસિધ્હિ પામનાર વ્યક્તિ ઘણીવાર અંગત જીવનમાં એકલી જ  રહી જતી  હોય છે, એવું  લાવણ્યા સાથે પણ બન્યું હતું. ડો. આશુતોષના મત મુજબ અત્યારે પરિવારના સભ્યોની રાહ જોવામાં સમય વેડફી શકાય એમ નહોતો.  બધાના આશ્ચર્યની વચ્ચે ડોક્ટર આશુતોસે પોતે જ કંસેંટ પેપર પર સહી કરી. સ્ટાફ ને ઓપરેશાન ની તૈયારી કરવા કહ્યું!

   આવા અનેક ઓપરેશન ને સફળતા પૂર્વક પાર પડી ચૂકેલા અનુભવી અને નિષ્ણાંત ડોક્ટર આશતોષના  હાથ આજે ઓપેરશન કરતા પહેલીવાર ધ્રૂજ્યા! એમના હૃદયની લાગણીઓએક ડોક્ટરની ફરજ પર ભારે પડી રહી હતી પરંતુ, ગણતરીની મિનિટોમાં ડૉક્ટરની કાબેલિયતે લાગણીઓ પર કાબૂ મેળવી લીધો. ધ્રૂજતા 

 હાથોને સ્થિર કરીને આશતોષે લાવણ્યા કુમારીનું પહેલું ઓપેરેશન સફળતા પૂર્વક પૂરું કર્યું.

   ' ઓપેરશન થિએટર ' માંથી બહાર આવીને આશુતોષ તરત જ પોતાની કેબિનમાં ચાલ્યો ગયો. કોઈને અંદર ન આવવા દેવાની સૂચના બહાર બેઠેલા દરવાનને આપી દીધી. પોતાની ખુરશીમાં બેસીને ઉભરાયેલી લાગણીઓને આંસુઓમાં વહી જવા દીધી!!  આટલા વર્ષો પછી લાવણ્યાને જોઈ! એ પણ આવી હાલતમાં! એને જીવન મૃત્યુ ની સાથે સંઘર્ષ કરતી જોઈને આશુતોષનું હૈયું કંપી ઉઠેલું. આશતોષે થોડીવાર મન મૂકીને રડી લીધું. હૃદયનો ભાર હળવો થતાં પાણીનો ગ્લાસ ઉઠાવીને ઘૂંટડો ભર્યો!

   નાનકડી લાવણ્યા પાણીનો ગ્લાસ પણ હાથમાં પકડતી તો થકી જતી એટલી કોમળ હતી! આહુ તું પકડને આ ગ્લાસ મારો તો હાથ દુખી ગયો એ કહેતી ને જ્યારે આશુતોષ ગલ્સ લેવાએની નજીક જતો ત્યારેગ્લામનું પાણી આશુતોષ પર ઉડાવીને ભાગી જતી લાવણ્ય  ભૂતકાળ માથી બહાર આવીને આશુતોષની સામે હસતી ઊભી રહી ગઈ. ખિલખિલાટ હસનાર નિર્દોષ લાવણ્યા, એની બાળપણની સખીને  આજે આ હાલતમાં ..જોતાં  આશતોષનું હૈયું કંપી ઊઠયું હતું.

    આશુતોષ અને લાવણ્યા બાળપણના મિત્રો, મુંબઈ શહેરના પ્રસિદ્ધ રહેણાક વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા. બાનેના પરિવારો વચ્ચે પણ મૈત્રી સંબંધ હતો. વળી લાવણ્યા અને આશતોષ લગભગ સરખી ઉમરના એથી  સાથે જ રમતા. આશુતોષ એક  ગુજરાતી પરિવારનો દીકરો અને લાવણ્યા એક મરાઠી પરિવારની દીકરી હતી.

   મૈત્રીને આમેય ક્યાં કોઈ ભાષાની જરૂર હોય છે, લાગણીઓની એક અલગ જ ભાષા હોય છે! સાથે રમતા અને બંને પાકકા મિત્રો બની ગયા હતા. બને  સાથે જ શાળાએ જતાં. લાવણ્યાને ભણવામાં પહેથી જ થોડી ઓછી રુચિ હતી ને આશતોષ ભણવામાં ખૂબ હોશિયાર! લાવનયા ચંચલ ને આશુતોષ ગંભીર! છતાય બાળપણની નિર્દોષ મૈત્રી યુવાની સુધી અકબંધ અને લાગણીથી તરબતર રહી હતી॰ બાનેના પરિવારો વચ્ચે પણ સારો સુમેળ હતો. વાર તહેવાર અને પ્રસંગો બને સાથે મળીને ઉજવતા.

     શાળા જીવન પૂરું થતાં બાને એ પોતાના જીવનને કારકિર્દી ઘડવાની દિશામાં ફાંટાવ્યું હતું. આશુતોશે ને બસ એક ધૂન હતી , ડોક્ટર બનીને દર્દીઓની સેવા કરવી. પોતાના આ સ્વ્પનને પૂરું કરવા તેણે બારમું ધોરણ પસાર કરી મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી લીધું હતું.. લાવણ્યાએ શાળા પૂરી કરી ને આર્ટ્સ કોલેજમાં પ્રવેશ મેળવી લીધો હતો. એને નૃત્ય ,નાટકો ને ફેશનમાં ખાસ રુચિ હતી. કોલેજની નાટ્ય એકેડમી માં જોડાઈને લાવણ્યા  સ્ટેજ પેરોફ્મંસ આપવા લાગી હતી. એક્ટિંગ એનો શોખ નહીં બલ્કે પાગલપન હતો     

      એક અભિનેત્રી માં હોવું જોઈએ એ બધુ જ તેનામાં હતુ. ઈશ્વરે તેને મન મૂકીને ઘડી હતી. અપાર સૌંદર્ય, પાતળી દેહલત્તા, અણિયાળી આંખો અને લાંબા કેશ! એને જોનાર થોડીક પળો ભાન ભૂલી જાય! બોલે તો એના મુખમથી ફૂલ જરતા હોય એવું લાગતું ભાષા અને શબ્દો પર એનો ગજબનો કાબૂ હતો. એ બોલતી ત્યારે મિતભાષી આશુતોષ એને સાંભળ્યા જ કરતો ... 

આખરે એ કંટાળીને કહેતી ,” ક્યાં ખોવાઈ ગયો? કંઈક તો બોલ.." એ પછી આશુતોષ થોડુક બોલતો એની મેડિકલ કોલેજની વાતો કરતો. 

લાવણ્યા કહેતી, " બાપ રે! આટલું બધું ભણવું પડે છે તારે! મારું તો કામ જ નહીં! આવડા મોટા પુસ્તકો જોઈને જ મને ડર લાગે! " બંને હસી પડતાં. લાવણ્યાનું એ નિર્દોષ હાસ્ય યાદ આવતાં આશુતોષ આજે પણ મલકાયો.

  અચાનક એની કેબિનના દરવાજે ટકોરા થયા. ડૉક્ટર પ્રેરણા  અંદર ડોકાઈ ને બોલી," સોરી, તે ડિસ્ટર્બ કરવાની ના કહી હતી પરંતુ, બહારની ભીડ બેકાબૂ બની છે! ' મીડિયા ' અને ' ફેન્સ ' ની ધમાલ ઉગ્ર બની રહી છે. બધા દર્દીની હાલત વિષે જાણવા માંગે છે. તારે બહાર જઈને એ લોકો સાથે  વાત કરવી જ પડશે. બધા આ  હોસ્પિટલના ડિન ને મળવા માંગે છે જો તું નહીં જાય તો બધા તોડફોડ કરી મૂકે એવો મને ભય છે ." 

" ઠીક છે ,તું જા, હું  થોડીવારમાં આવું છું. " આશુતોષ બોલ્યો.

આશુતોષ  ફ્રેશ થઈને કેબિનની નીકળ્યો ..બહાર નો શોર બકોર સાચે જ ઉગ્ર બની ગયો હતો. પોતાના બે વિશ્વાસુ જુનિયર ડોક્ટર અને આસિસ્ટને ડો. પ્રેરણાની સાથે ડો. આશુતોષ ને બાહર આવતા જોઈને ભીડ નો શોર થોડીક વાર માટે શાંત થયો. બધા આશુતોષ ના શબ્દો સાંભળવા આતુર બન્યા હતા....

ક્રમશ:

_ તની

https://www.vichardhara.net/2023/05/2_20.html

read part 2 here

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વાત એ બે દિવસોની ...

માળો

બીજી તક