#નવલકથા- જીવનસંચય ભાગ 3 (golden pen award winner story )
લાવણ્ય ના ઓપરેશન બાદ આશુતોષ ના બદલાયેલા વર્તન થી પ્રેરણા ચિંતા માં હતી પરંતુ, આશુતોષ અત્યારે પ્રેરણા સાથે વાત કરવા માંગતો નહોતો. એનું મન ભૂતકાળ ની યાદો થી બહાર આવવા જ માંગતુ નહોતું.. હવે આગળ વાંચો આશુતોષ નુ મન આજે ભૂતકાળમાં સરી ગયું હતું. લાવણ્યા સાથે વિતાવેલી પળો આજે ફરી જીવંત થઈ રહી હતી. તેમની બાળપણની નિર્દોષ મિત્રતા યુવાનીમાં પ્રવેશ્યા બાદ પરિપક્વ બની હતી..બને પોતના જીવનને ઘડવાની દિશામાં એકબીજાથી દૂર થયા હતા છતાય મૈત્રી તો અકબંધ જ રહી હતી. લાવણ્યા એ મૂંબઈમાં જ રહીને આર્ટ્સ કોલેજમાં અભ્યાસ શરૂ કરેલો ને પોતે મુંબઈથી દૂર આવેલી મેડિકલ કોલેજમાં ભણવા ચાલ્યો ગયો હતો. જયારે રજાઓમાં ઘરે આવતો ત્યારે બંને મિત્રો અચૂક મળતા. પોતાની આદત મુજબ લાવણ્યા કલાકો સુધી વાતો કરતી અને આશતોષ એને સાંભળતો રહેતો. લગભગ આખું વેકેશન બને સાથે જ ગાળતા. વેકશન પૂરું થતાં ફરી આશતોષ ચાલ્યો જતો ને બને ફરી પોતાના રોજિંદા જીવનમાં પરોવાઈ જતાં. આ સમય દરમ્યાન લાવણ્યા ના પરિવારને માથે આભ તૂટી પડ્યું. લાવણ્યા ના પિતાને એક અકસ્માત નડયો. દુર્ભાગ્યની વાત એ હત...