ચાલો લગ્ન માણવા જઈએ...
" રમણીકભાઈનું નામ નથી આ લિસ્ટમાં! એમને તો કંકોતરી મોકલવી જ જોઈએ. સવિતાબેન મહેમાનોનું લિસ્ટ તપાસતાં બોલ્યા. " આપણને ચાલ છોડ્યે ઘણા વર્ષો વીતી ગયા! હવે ક્યાં કોઈ સંબંધ પણ રમણીક સાથે! એટલે યાદ જ ન આવ્યું!" કેયુરભાઈ બોલ્યા. " એ કોણ છે ? હું તો એમને ઓળખતી પણ નથી! મારા લગ્નમાં એમનું શું કામ છે ? રહેવા દે ને! મમ્મી આમ પણ લિસ્ટ લાબું જ થતું જાય છે!" નિરાલી બોલી. " બેટા આપણે અહીં ફ્લેટમાં શિફ્ટ થયા એ પહેલા આપણે તળ મુંબઈની ચાલમાં રહેતા આપણા પાડોસી હતા , રમણીક ભાઈ અને રીટાભાભી! તું બહું નાની હતી! ત્યારે તારા પપ્પાનો વ્યવસાય નહોતો. એ માર્કેટમાં નોકરી કરતા ને હું પણ નાનામોટા કામ કરતી! કેટલીયે વાર તને એમના ઘરે મૂકીને હું કામ પર જતી! એમને કોઈ સંતાન નહોતું! તેઓ તને દીકરીની જેમ સાચવતા , ખૂબ વહાલ કરતા! આપણે બે પાંદડે થયા અને અહીં આવી ગયા પછી એટલા સંબધો નથી રહ્યા એ ખરું! છતાંય તારા લગ્નમાં તો એમને બોલાવવા જોઈએ!" " સાચી વાત છે મમ્મી , મને એમના આશીર્વાદ મળવા જોઈએ!" નિરાલી એ કંકોતરીમાં પોતાના હાથે વડીલ રમણીકભાઇ નું નામ લખી દીધું! " લાવ , આ ...